આ મોટી કંપનીમાં નોકરી મેળવવા મહિલાએ અજમાવ્યો Unique Idea, મોકલી દીધુ Cake Resume

|

Sep 27, 2022 | 5:09 PM

નોકરી મેળવવા માટે લોકો મજેદાર રિઝ્યુમ (Resume) બનાવતા હોય છે. કેટલાક લોકો તો રિઝ્યુમ સાથે એવા અખતરા થતા હોય છે, કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હોય છે.

આ મોટી કંપનીમાં નોકરી મેળવવા મહિલાએ અજમાવ્યો Unique Idea, મોકલી દીધુ Cake Resume
Viral Cake Resume
Image Credit source: Twitter

Follow us on

Viral Cake Resume : દરેક વ્યક્તિ એવી જ નોકરી કરવા ઈચ્છતો હોય છે, જેમાં તેની આવડત હોય. ઘણા લોકોને મોટી કંપનીમાં કામ કરવાની લાંબા સમયથી ઈચ્છતા હોય છે. કારણ કે તેનાથી તેમની જરુરિયાત, સપના અને તેમના વર્ક પ્રોફાઈલ પર ખાસ પ્રભાવ પડે છે. તે કંપનીમાં નોકરી મેળવવા માટે તેઓ જાત જાતના અખતરા કરતા હોય છે. નોકરી મેળવવા માટે લોકો મજેદાર રિઝ્યુમ (Resume) બનાવતા હોય છે. કેટલાક લોકો તો રિઝ્યુમ સાથે એવા અખતરા થતા હોય છે, કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હોય છે. હાલમાં એક મહિલા એ આવો જ એક મજેદાર રિઝ્યુમ બનાવીને એક મોટી કંપનીમાં મોકલ્યો, જેની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

આ મોટી કંપનીની પાર્ટીમાં મોકલ્યુ આવો રિઝ્યુમ

થોડા સમય અગાઉ એક વ્યક્તિ એ એક સ્ટાર્ટઅપ કંપનીમાં નોકરી મેળવવા માટે ફૂડ ડિલવરી બોય બનીને પોતાના રિઝ્યુમની ડિલવરી તે કંપનીમાં કરી હતી. હાલમાં કઈ આવો જ પ્રયોગ એક મહિલાએ એક મોટી કંપનીમાં નોકરી મેળવવા કર્યો છે. તેનો યુનિક આઈડિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકાની મહિલા કાર્લી પાવલિનેક બ્લેકબર્નને થોડા સમય પહેલા લિંકડિન પર આ વાત શેર કરી છે. તેણે Nike કંપનીમાં જોબ મેળવવા માટે પોતાનું રિઝ્યુમ કેક પર પ્રિન્ટ કરીને મોકલ્યુ છે. ટૂંકમાં તેણે કેકવાળુ મીઠું રિઝ્યુમ Nike કંપનીમાં મોકલ્યુ હતુ. તેણે તેનો ફોટો લિંકડિન પર શેર કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે, કેટલાક અઠવાડિયા પહેલા મેં Nikeને કેક પર બાયોડેટા મોકલ્યો હતો. કેક પર ખાવા લાયક રિઝ્યુમ હતુ. Nike દ્વારા ‘જસ્ટ ડૂ ઈટ ડે’ માટે મોટો ઉત્સવ થયો હતો. તેમાં મેગાસ્ટાર હાજર રહેવાના હતા. મેં કેટલીક રિસર્ચ કરીને જાણ્યુ હતું કે Nikeમાં વૈલેન્ટ લેબ્સ નામનું એક ડિવીઝન છે. જે Nikeના આઈડિયા માટે સ્ટાર્ટઅપ ઈનક્યૂબેટર છે. તે મહિલાને આ ડિવીઝનમાં નોકરી મેળવવી હતી.

તેમણે કોઈને કહ્યા વગર આ કેક કંપનીની પાર્ટીમાં મોકલી દીધુ હતુ. તેણે તે કેક બનાવી અને કેક ડિલવરી માટે કંપનીની તે પાર્ટીનું એડ્રેસ આપ્યુ હતુ. જેના કારણે તે કેક સીધી ત્યાં પહોંચી હતી. હાલ તેને કોઈ નોકરી મળી શકે નહીં, કારણ કે ત્યાં હાલ કોઈ પદ પર ખાલી જગ્યા નથી.

Next Article