Funny Video: ઝગડો કરવાના ચક્કરમાં મહિલાએ કારનું કર્યું કચ્ચરઘાણ, વીડિયો જોઈ હસીને થઈ જશો લોટપોટ

|

May 18, 2022 | 3:21 PM

એક મહિલાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે ન માત્ર ચોંકી જશો, પરંતુ તમે હસીને લોટપોટ થઈ જશો.

Funny Video: ઝગડો કરવાના ચક્કરમાં મહિલાએ કારનું કર્યું કચ્ચરઘાણ, વીડિયો જોઈ હસીને થઈ જશો લોટપોટ
Funny Video
Image Credit source: Twitter

Follow us on

જો તમે કાર કેવી રીતે ચલાવવી તે જાણો છો તો તે ખૂબ જ સારી વાત છે, પરંતુ કાર ચલાવવી એ માત્ર મોટી વાત નથી, પરંતુ તેના વિશે બધું જાણવું પણ જરૂરી છે. કારની સ્પીડ ક્યારે વધારવી, ક્યારે ધીમી કરવી અને કાર(Car)માં ક્યારે બ્રેક લગાવવી, આ તમામ બાબતોનો ડ્રાઈવરને ખ્યાલ હોવો જરૂરી છે નહીં તો તે ગમે ત્યાં અકસ્માતનો ભોગ બની શકે છે. તમે આવા ઘણા લોકો જોયા હશે, જે ટોલ નાકા પર હાજર કર્મચારીઓ સાથે ઝઘડો કરે છે અને પછી મારપીટમાં ઉતરી જાય છે, પરંતુ આ દરમિયાન તેઓ પોતાની કારની પરવા કરવાનું ભૂલી જાય છે. આવી જ એક મહિલાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે ન માત્ર ચોંકી જશો, પરંતુ તમે હસીને લોટપોટ થઈ જશો.

વાસ્તવમાં, વીડિયોમાં મહિલા ડ્રાઈવ-થ્રુ વિન્ડો પાસે આવીને ગુસ્સામાં તેની કારમાંથી નીચે ઉતરી જાય છે, પરંતુ તે પછી તેની કારની જે હાલત થઈ તે જોઈને તેને અફસોસ થયો હશે કે તે કારમાંથી નીચે કેમ ઉતરી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા તેની સફેદ રંગની કારમાંથી આવે છે અને ડ્રાઇવ થ્રુ વિન્ડો પાસે અટકી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તે કદાચ કોઈ કર્મચારીથી નારાજ થઈ જાય છે અને લડાઈમાં ઉતરવાના ઈરાદા સાથે આગળ-પાછળનો વિચાર કર્યા વગર કારમાંથી નીકળી જાય છે. જ્યારે તેણી કારમાંથી બહાર નીકળ્યા પછી કાર ચાલવાનું શરૂ કરે છે, ત્યારે તેણીને ખબર પડે છે કે તે ખરેખર હેન્ડ બ્રેક લગાવવાનું ભૂલી ગઈ હતી. આ કારણે તેની કાર આગળ વધતી રહી અને તે કારની પાછળ દોડે છે. ત્યારે તેની કાર નીચે જઈને ખાડામાં પડી જાય છે.

આ ચોંકાવનારો ‘ફની’ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Imposter_Edits ID નામ સાથે શેયર કરવામાં આવ્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે પણ તમે ડ્રાઈવ-થ્રુ વિન્ડો પર કોઈ કર્મચારી સાથે ઝઘડો કરવાના ઈરાદે તમારી કારમાંથી બહાર નીકળો છો તો કારને પાર્કિંગમાં મૂકવાનું ભૂલશો નહીં’  31 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 30 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ ફની રિએક્શન્સ આપ્યા છે.

Next Article