Viral Video : ટેબલ પર નીકળ્યો વંદો, બર્ગરમાં દબાવીને ખાધો, વીડિયો જોઈને લોકો ચોંકી ગયા!
@rising.tech નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરાયેલી આ ક્લિપ જોઈને લોકો ચોંકી ગયા છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાક લોકો તેને 'હિંમતવાન' કહી રહ્યા છે, જ્યારે કેટલાકે તેને 'ઘૃણાસ્પદ' અને 'અવિશ્વસનીય' ગણાવ્યું છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને સ્તબ્ધ કરી દીધા છે. સામાન્ય રીતે ઘણી છોકરીઓ વંદો જોઈને ચીસો પાડે છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં રેસ્ટોરન્ટમાં બેઠેલી છોકરીએ જે કર્યું તે ચોક્કસપણે કોઈપણના મનને ચકરાવે ચડાવી શકે છે.
બીજી જ ક્ષણે જે બન્યું તેનાથી બધા ચોંકી ગયા
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરી એક રેસ્ટોરન્ટમાં તેના બર્ગરનો આનંદ માણી રહી છે. પરંતુ પછી એક વંદો તેના ટેબલ પર આવે છે. સ્વાભાવિક છે કે હવે તમને લાગશે કે છોકરી ડરથી ચીસો પાડશે અને ત્યાંથી ભાગી જશે. પરંતુ બીજી જ ક્ષણે જે બન્યું તેનાથી બધા ચોંકી ગયા.
વીડિયોમાં, તમે જોશો કે છોકરી કોઈ પણ ગભરાટ કે ખચકાટ વિના તે વંદો ઉપાડે છે અને પછી તેને તેના બર્ગરમાં દબાવીને ખાવાનું શરૂ કરે છે. હા તમે બિલકુલ સાચું વાંચ્યું છે. છોકરી તેને ખાય જાય છે.
વીડિયો અહીં જુઓ….
View this post on Instagram
(Credit Source: @rising.tech )
@rising.tech નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરાયેલી આ થોડીક સેકન્ડની ક્લિપ જોઈને નેટીઝન્સ ચોંકી ગયા છે અને તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો. આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, અને નેટીઝન્સ તેના પર વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને ‘હિંમતવાન’ કહી રહ્યા છે જ્યારે કેટલાક લોકોએ તેને ‘ઘૃણાસ્પદ’ અને ‘અવિશ્વસનીય’ ગણાવ્યું છે. એકંદરે છોકરીના આ કૃત્યથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે અને તે ચર્ચાનો વિષય બન્યો છે.
એક યુઝરે કોમેન્ટ્સ કરી દીદીને વધારે પ્રોટીન જોતું હશે. બીજાએ કહ્યું, આ પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે. બીજા યુઝરે લખ્યું, મને ઉલટી થવા લાગી. બીજા યુઝરે કહ્યું, થાઇલેન્ડમાં આ એક સામાન્ય વાત છે.
આ પણ વાંચો: ‘કજરારે’ ગીત પર કાકાનો શાનદાર ડાન્સ, કિલર મૂવ્સથી ઐશ્વર્યા રાયને પણ પાછળ છોડી, જુઓ વીડિયો
(Disclaimer: આ સમાચાર વાયરલ થઈ રહેલા વીડિયો અને લોકો તરફથી આવી રહેલી પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
