ગૂગલે શા માટે 5197 યૂટ્યુબ ચેનલો બંધ કરી?

|

Dec 05, 2022 | 3:20 PM

Youtube પર વીડિયો બનાવીને ઘણા લોકો પોતાની આજીવિકા ચલાવતા હોય છે અને ખ્યાતિ પણ મેળવે છે તો શા માટે ગૂગલે 5197 યૂટ્યુબ ચેનલોને બંધ કરી છે આ પ્રકારના સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે.

ગૂગલે શા માટે 5197 યૂટ્યુબ ચેનલો બંધ કરી?
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ગૂગલે સોશિયલ મીડીયાનું અંત્યત પ્રચલિત સોશિયલ મીડીયા પ્લેટફોર્મ યૂટ્યુબની હજારોની સંખ્યામાં યૂટ્યુબ ચેનલો બંધ કરી છે. આપણે બધા જ જાણીએ છીએ કે લોકોને યૂટ્યુબ પર વીડિયો જોવા ખૂબ જ પસંદ છે. હવે તો યૂટ્યુબ પર શોર્ટ વીડિયો જોવા મળે છે. યૂટ્યુબ પર વીડિયો બનાવીને ઘણા લોકો પોતાની આજીવિકા ચલાવતા હોય છે અને ખ્યાતિ પણ મેળવે છે તો શા માટે ગૂગલે 5197 યૂટ્યુબ ચેનલોને બંધ કરી છે આ પ્રકારના સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર ગૂગલે તાજેતરમાં જ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં તેને કોઓર્ડિનેટેડ ઈન્ફ્લુઅન્સ ઓપરેશનને લગતી તપાસ કરાવી હતી અને આ તપાસ દરમિયાન ગૂગલે ઘણી બધી યૂટ્યુબ ચેનલોને દૂર કરી હતી. આ યૂટ્યુબ ચેનલો ચીન, બ્રાજીલ અને રુસની હતી એવુ જાણવા મળ્યુ છે. જેના કન્ટેન્ટના કારણે આ ચેનલોને હટાવવામાં આવી હતી. જયાં બીજી તરફ લોકોને યૂટ્યુબ પર પોતાનો સમય પસાર કરવો વધુ પસંદ કરે છે. જે સૌ લોકો જાણે છે ગૂગલના મોટા નિર્ણય પછી વિશ્વભરના યૂટ્યુબરોમાં ચિંતાજનક સ્થિતી ઉત્પન થઈ છે. યૂટ્યુબ પછી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ લઈ કડક પગલા લેવાય તેવી શક્યતા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચીન, રશિયા અને બ્રાજીલમાં કેટલી યૂટ્યુબ ચેનલો બંધ કરી?

ગૂગલે બ્રાજીલમાંથી ચાલી રહેલી 76 યૂટ્યુબ ચેનલોને બંધ કરી છે. જેમાં તે યૂટ્યુબર ત્યાં ચાલી રહેલ કેમ્પેઈનમાં પોર્તગલમાં પોતોનું કન્ટેન્ટ શેર કરતા હતા અને બ્રાજીલ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારને સપોર્ટ કરતા જોવા મળે છે. ગુગલે 8 યૂટ્યુબ ચેનલોને રિમૂવ કર્યા હતા અને 2 ડોમેનને ગૂગલ ન્યૂઝ અને ડિસ્કવરને રોકવામા આવેલ છે. ચીન અને બ્રાજીલ ઉપરાંત રુસમાં પણ ગૂગલ કોઓર્ડિનેટેડ ઈન્ફ્લુઅન્સ ઓપરેશનને તપાસ દરમિયાન 718 યૂટ્યુબ ચેનલોને બંધ કરેલ છે. જેમાં યૂટ્યુબરે રુસ રાષ્ટ્રપતિ પુતિનને સપોર્ટ કરતા અને યૂક્રેનની આલોચના કરતા જોવા મળ્યુ હતું. ગૂગલે તેના બ્લોગમાં જણાવ્યુ કે તેને કોઓર્ડિનેટેડ ઈન્ફ્લુઅન્સ ઓપરેશનને તપાસમાં કુલ 5 હજાર 197 યૂટ્યૂબ ચેનલો અને 17 બ્લોગર બ્લોગને રિમૂવ કર્યા છે. યૂટ્યૂબ ચેનલો અને બ્લોગમાં ચીની ભાષામા મનોરંજન, સંગીત અને લાઈફસ્ટાઈલના સ્પૈમ કટેન્ટ જોવા મળ્યા હતા.

Next Article