AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો

આધાર કાર્ડ ભારતીય નાગરિકો તેમજ NRI લોકો માટે બનાવવામાં આવે છે. NRI બાળકોની સરખામણીમાં ભારતમાં રહેતા બાળકો માટે આધાર કાર્ડ સરળતાથી બની જતા હોય છે.

કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો
Aadhar card (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 12:22 PM
Share

હાલમાં દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડનું (Aadhar card) મહત્વ અનેકગણું વધી ગયું છે. જો કે, આધાર કાર્ડના મહત્વ વિશે વધુ કહેવાની જરૂર નથી કારણ કે તમે બધા તેના મહત્વને સારી રીતે જાણો છો. તમારું મોટા ભાગનું મહત્ત્વનું કામ આધાર કાર્ડ વિના પૂરું થઈ શકતું નથી. આ જ કારણ છે કે આજના સમયમાં ગરીબ વ્યક્તિ માટે આધાર કાર્ડ જેટલું જરૂરી છે તેટલું જ અમીર લોકો માટે પણ જરૂરી થઇ ગયું છે.

આધાર કાર્ડ માત્ર વડીલો માટે જ નહીં પણ બાળકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકને શાળામાં પ્રવેશ અપાવવા સરકારી યોજનાઓનો લાભ વગેરે મેળવવા માટે પણ બાળકોને આધાર કાર્ડની ખૂબ જરૂર પડે છે. આધાર કાર્ડ વગર બાળકોના ઘણા મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

બાળકો માટે આધાર કાર્ડ કેમ મહત્વનું છે વાસ્તવમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે ઓળખના પુરાવા તરીકે મતદાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આ સ્થિતિમાં બાળકોને ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે તેમની ઓળખનો પુરાવો પણ આપવો પડે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડએ એકમાત્ર રસ્તો છે. જે બાળકોની ઓળખ સાબિત કરે છે.

જણાવી દઈએ કે ભારત સરકાર દેશમાં રહેતા ભારતીય બાળકો તેમજ વિદેશમાં રહેતા ભારતીય બાળકો માટે આધાર કાર્ડ જાહેર કરે છે. આજે અમે તમને NRI બાળકોની આધાર એનરોલમેન્ટ પ્રક્રિયા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

NRI બાળકો માટે આધાર ભારતીય પાસપોર્ટ વગર બની શકશે નહીં વિદેશમાં રહેતા ભારતીય બાળકોની સરખામણીમાં ભારતમાં રહેતા ભારતીય બાળકો માટે આધાર કાર્ડ સરળતાથી જનરેટ થાય છે. ભારતમાં રહેતા બાળકો માટે આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો માત્ર જન્મ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો અને માતાપિતા પૈકી એકનું આધાર કાર્ડ છે.

બીજી તરફ વિદેશમાં રહેતા બાળકનું આધાર કાર્ડ મેળવવા માટે તેની ઓળખના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ જરૂરી છે. તમને જણાવી દઈએ કે પાસપોર્ટ વગર વિદેશમાં રહેતા ભારતીય બાળકનું આધાર કાર્ડ બની શકતું નથી. એનઆરઆઈ બાળકના પાસપોર્ટમાં તેના માતા-પિતાનું નામ અને જન્મ તારીખ જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ જોવા મળે છે.

આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

આ પણ વાંચો : ચિલીને મળશે સૌથી યુવા રાષ્ટ્રપતિ, દુનિયાના આ 11 રાષ્ટ્ર જ્યાં માત્ર 30 પાર નેતાઓને જ મળી દેશની કમાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">