એવુ તે શું કારણ છે કે 13 તારીખે આવતા શુક્રવારને અશુભ માનવામાં આવે છે, જાણો સમગ્ર વિગત
લોકો 13 તારીખ અને શુક્રવારે આવતો હોય તો ખરીદી પણ નથી કરતા તો આ દિવસે બ્લેક ફ્રાઈડે તરીકે મનાવવામાં આવતો હોય આ દિવસે ફિલ્મ પણ રિલીઝ નથી થતી. સામાન્ય રીતે આ દિવસે કોઈ શુભકાર્ય નથી કરતા.
આજે એટલે કે શુક્રવાર અને 13 તારીખ છે. ઈસાઈ ધર્મમાં 13 નંબર અને શુક્રવારને અશુભ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર 13 તારીખે આવતા શુક્રવારને લઈને લોકોમાં જે અંધવિશ્વાસ છે તે કેમ છે તેનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. પરંતુ માહિતી પ્રમાણ ભગવાન ઈસુને વધ સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. તે દિવસ શુક્રવાર અને 13 તારીખ હતી.
ઘણા લોકો માને છે કે 13 નંબર અશુભ હોવાનું કારણ ઈસુની ફાંસી સાથે સંબંધિત છે. દંતકથા અનુસાર ઈસુ સાથે વિશ્વાસઘાત કરનાર યહુદા છેલ્લા સફર દરમિયાન 13મો મહેમાન હતો. આ જ કારણ છે કે 13 નંબર અશુભ માનવામાં આવે છે. આજે પણ ડિનર ટેબલ પર 13 લોકો સાથે બેસે તે અશુભ માનવામાં આવે છે. જો 13 લોકો હોય તો પણ વચ્ચે ટેડીબિયર મુકવામાં આવે છે, જેથી બેઠેલા લોકોની સંખ્યા 13ને બદલે 14 થાય. બીજી ધાર્મિક માન્યતા એ છે કે દેવતાઓના ભોજન સમારંભનો 13મો લૌકિ નામનો મહેમાનએ તબાહી મચાવી હતી. તેના કારણે દુનિયા અંધકારમાં ડૂબી ગઈ હતી.
લોકો 13 તારીખ અને શુક્રવારે આવતો હોય તો ખરીદી પણ નથી કરતા તો આ દિવસે બ્લેક ફ્રાઈડે તરીકે મનાવવામાં આવતો હોય આ દિવસે ફિલ્મ પણ રિલીઝ નથી થતી. સામાન્ય રીતે આ દિવસે કોઈ શુભકાર્ય નથી કરતા. 13 તારીખ અને શુક્રવાર વિશે 1869માં એક બાયોગ્રાફી લખવામાં આવી હતી. બાયોગ્રાફી અનુસાર તેનો પ્રથમ ઉલ્લેખ ઈટાલિયન સંગીતકાર જિયોચિનો રોસિનીએ કર્યો હતો. તેમનું માનવું હતું કે શુક્રવાર અને અંક 13 બંને અશુભ છે. 13મીએ શુક્રવારે ઈટાલિયન સંગીતકારનું અવસાન થયું.
પ્રખ્યાત લેખક થોમસ ડબલ્યુ લોસનનું પુસ્તક Friday the Thirteenth વાંચ્યા બાદ કેટલાક લોકોને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે 13મી તારીખનો શુક્રવાર ખરેખર કમનસીબ છે. આ નવલકથા એક વોલ સ્ટ્રીટ બ્રોકરની વાર્તા કહે છે, જે 13મીએ શુક્રવારે શેરબજારને ક્રેશ કરવાનો પ્રયાસ કરે છે. 13મીએ શુક્રવાર ઘણી અશુભ ઘટનાઓ સાથે સંકળાયેલ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ઈસુને આગામી શુક્રવારે 13મીએ ઈસુને વધ સ્તંભ પર લટકાવવમાં આવ્યા હતા.
13મીએ આવનારા શુક્રવારને અમુક સમાજમાં અશુભ માનવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે સ્પેન અને ગ્રીસમાં મંગળવારે આવનાર 13મીને અશુભ માનવામાં આવે છે. બીજી બાજુ ઈટાલીમાં 17મીને શુક્રવારે આવવું વધુ અશુભ માનવામાં આવે છે. એક નિયમ એ પણ મહત્વનો માનવામાં આવે છે કે તે જ મહિનાની 13મી તારીખે આવતા શુક્રવારે જ અશુભ માનવામાં આવશે, જેમાં રવિવારથી મહિનો શરૂ થાય છે. 13મી તારીખે આવતો શુક્રવાર વર્ષમાં એક જ વાર આવે છે. પરંતુ ક્યારેક તે વર્ષમાં ત્રણ વખત પણ થાય છે. વર્ષ 2018માં 13 એપ્રિલ સિવાય, જુલાઈમાં પણ આવા સંયોગ બન્યા હતા.
હોરર રાઈટર સ્ટીફન કિંગ 13મીએ આવતા શુક્રવારથી ખૂબ જ ડરતો હતો. તેણે તેનું નામ ‘triskaidekaphobia’ રાખ્યું. લોકો તેને “paraskevidekatriaphobia” અથવા “friggatriskaidekaphobia,” પણ કહે છે. Friday the 13th પર બનેલી ફિલ્મ ભારે હિટ બની. તે 12 હોરર ફિલ્મોમાં શામેલ છે, જે દર્શકોને ખૂબ ગમી હતી.
આ પણ વાંચો : Gujarat : સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓને ગરબા રમવા નહીં મળે તેવી પૂરેપૂરી શક્યતા
આ પણ વાંચો :Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા