Viral Video: વર અને કન્યાનું ચાલી રહ્યું હતું ફોટોશૂટ, અચાનક કન્યાએ એવું કંઈક કર્યું કે જોઈને તમે પણ હસી પડશો

|

Jul 30, 2021 | 1:01 PM

લગ્નના ફાની વિડીયો આજ કાલ ખુબ વાયરલ થઇ રહ્યા છે. આવો જ એક વિડીયો ફરી સામે આવ્યો છે. જેમાં ફોટોશૂટ દરમિયાન એવી ઘટના બને છે કે જોઇને તમે પણ હસી પડશો.

Viral Video: વર અને કન્યાનું ચાલી રહ્યું હતું ફોટોશૂટ, અચાનક કન્યાએ એવું કંઈક કર્યું કે જોઈને તમે પણ હસી પડશો
Wedding video of bride doing prank with groom and photographer goes viral

Follow us on

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયોનું પૂર આવી ગયું છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, દરેક પ્રકારના લગ્નના વિવિધ પ્રકારના વિડીયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં (Social Media) જોવા મળે છે. જ્યાં આમાંની કેટલીક વિડીયો એટલી રમૂજી હોય છે કે આપનું હસવાનું બંધ જ ના થઇ શકે. તો અમુક વિડીયો એવા ઈમોશનલ હોય છે કે તમારી આંખમાં આંસુ આવી જાય. આવો જ એક લગ્નનો વિડીયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. તે જોઈને તમે હસી પડશો. અહીં કન્યાએ વરરાજા સાથે એવું મજાક કરી કે જોઇને બધા સ્તબ્ધ થઈ ગયા.

વિડીયોમાં જોઈ શકાય છે કે વર અને કન્યાનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. જેના માટે નાના પૂલ ઉપર એક નાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેજ પર દુલ્હન તેના પાર્ટનર સાથે સુંદર વ્હાઇટ ગાઉનમાં પોઝ આપી રહી છે. ફોટોગ્રાફર અને તેની પાછળ ઉભેલી ટીમ દંપતીનો ફોટો ક્લિક કરવા માટે તૈયાર છે. આ દરમિયાન, ફોટોગ્રાફર કન્યા અને વરરાજાની પાસે પોઝ કેવી રીતે આપવો તે સમજાવવા આવે છે. પરંતુ જેવો ફોટોગ્રાફર વરરાજા સુધી પહોંચે છે અને તેને પોઝ બતાવે છે, કે મસ્તીખોર કન્યા બંનેને પાણીમાં ધકેલી દે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ફની વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર પણ કરી રહ્યા છે. સાથે વિડીયો પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે બિચારા વરરાજા સાથે ખરાબ થયું. લગ્નના ફોટોશૂટનો આ વિડીયો જોયા પછી તમે પણ હસવાનું રોકી શકશો નહીં.

 

આ પણ વાંચો: માત્ર 7 અભિનેત્રીઓને ફોલો કરે છે સલમાન ખાન, જેમાંથી 3 ભૂતપૂર્વ પ્રેમિકા, જાણો કોણ છે લીસ્ટમાં

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ

Published On - 1:00 pm, Fri, 30 July 21

Next Article