AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insta માં માત્ર 7 અભિનેત્રીઓને ફોલો કરે છે સલમાન ખાન, જેમાંથી 3 ભૂતપૂર્વ પ્રેમિકા, જાણો કોણ છે લીસ્ટમાં

સલમાન ખાનની (Salman Khan) લવ સ્ટોરી એક નહીં અનેક છે. અનેક અભિનેત્રી સાથે તેમના પ્રેમની ચર્ચાઓ થતી આવી છે. પરંતુ શું તમે જાણો છો તેમની 3 ભૂતપૂર્વ પ્રેમિકાને સલમાન હજુ ફોલો કરે છે. ચાલો જાણીએ.

Insta માં માત્ર 7 અભિનેત્રીઓને ફોલો કરે છે સલમાન ખાન, જેમાંથી 3 ભૂતપૂર્વ પ્રેમિકા, જાણો કોણ છે લીસ્ટમાં
Salman Khan is following only 7 heroines on Instagram, 3 of them are ex girlfriends
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 12:11 PM
Share

કોરોના વાયરસને કારણે જ્યારે ફિલ્મના ઓછા શૂટિંગ થઈ રહ્યા છે ત્યારે સલમાન ખાન (Salman Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે વિવિધ પોસ્ટ્સ કરતા રહે છે. સલમાનના ઈન્સ્ટાગ્રામ ઘણા ફોલોવર્સ છે. જે સલમાનની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ સામે સલમાન માત્ર 27 લોકોને જ ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે આ લીસ્ટમાં માત્ર 7 છોકરીઓ છે જેમણે સલમાન (Salman Khan) ફોલો કરે છે.

સંગીતા બિજલાની

ચોંકાવનારી વાત એ છે કે આ 7 માંથી 3 હિરોઈન એવી છે જેની સાથે સલમાનના અફેરના અહેવાલો આવેલા છે. તેમાજ આ દરેક વિશે ખુબ ચર્ચાઓ અને અફવાઓ પણ ઉડેલી છે. પ્રથમ તમને સલમાનની ભૂતપૂર્વ પ્રેમિકા વિશે જણાવીએ તો પ્રથમ નામ છે સંગીતા બિજલાનીનું (Sangeeta Bijlani ). સંગીતા અને સલમાનની પ્રેમ કહાણીની ચર્ચા વર્ષો પહેલા થવા પામી હતી. કહેવાય છે ઘણા સમય સુધી બંને પ્રેમમાં હતા.

કેટરીના કૈફ

સલમાન (Salman Khan) કેટરીના કૈફને (Katrina Kaif) પણ ફોલો કરે છે. તેમજ સલમાન તેની સાથે ઘણી તસ્વીરો પણ શેર કરતા રહે છે. સલમાનની આ ભૂતપૂર્વ પ્રેમિકા સાથે તેઓ ફિલ્મ પણ કરી રહ્યા છે. ઘણી ફિલ્મો બાદ બંને હવે ટાઈગર 3 માં સાથે જોવા મળવાના છે.

લુલીયા વન્તુર

આ ઉપરાંત વાત કરીએ લુલીયાની. તો સલમાન ખાન (Salman Khan) અને લુલીયા વન્તુરના (Lulia Vantur) પ્રેમની ચર્ચા વિશ્વભરમાં થઇ ચૂકી છે. લાંબા સમય સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા છે. તેમજ બંને વિશે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલે છે. જો કે ઘણા સમયથી બંનેના પ્રેમ પ્રેકરણનું કોઈ નવું ચેપ્ટર સામે આવ્યું નથી. સલમાન તેમની આ પ્રેમિકાને પણ ફોલો કરે છે.

અન્ય આ લોકોને ફોલો કરે છે સલમાન

આ સિવાય સલમાન ખાન (Salman Khan) ડેઝી શાહ, વાલૂશા ડિસોઝા, જેકલીન ફર્નાન્ડીઝ અને ઇસાબેલ કૈફને પણ ફોલો કરે છે. સલમાન અને જેકલીન (Jacqueline Fernandez) કોરોના સમયે ખુબ ચર્ચામાં હતા. બંને સલમાનના ફાર્વ હાઉસ પર કવોરનટાઈન થયા હતા. વાલૂશા (Waluscha De Sousa) પણ સલમાનની નજીકની મિત્ર ગણવામાં આવે છે. બંને ઘણી વખત તેમના ફાર્મ હાઉસ પર જોવા મળે છે.

આ ઉપરાંત ઈસાબેલ કૈફ (Isabelle Kaif) કેટરીનાની બહેન છે. અને ડેઝી (Daisy Shah) સાથે સલમાને ફિલ્મ પણ કરેલી છે. આ સિવાય સલમાન (Salman Khan) તેના પરિવારના સભ્યોને પણ ફોલો છે.જેમાં ભાઈઓ અરબાઝ ખાન,સોહેલ ખાન, બહેન અર્પિતા ખાન શર્મા, અલવીરા અગ્નિહોત્રી અને સાળા અતુલ અગ્નિહોત્રીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ

આ પણ વાંચો: સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યું હતું ‘બદતમીજ’, મનોજ બાજપેયીએ આપ્યો સણસણતો જવાબ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">