શું વાત કરો છો…પુતિનનું મળ એકઠુ કરે છે તેના બોડીગાર્ડ? જાણો શું છે હકીકત

|

Jun 14, 2022 | 11:49 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) છેલ્લા ઘણા સમયથી યુક્રેન સાથેના યુદ્ધને કારણે ચર્ચામાં છે. આખી દુનિયામાં અને તેના પોતાના જ દેશમાં યુદ્ધનો વિરોધ થઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના દુશ્મનોથી હંમેશા સતર્ક રહે છે.

શું વાત કરો છો...પુતિનનું મળ એકઠુ કરે છે તેના બોડીગાર્ડ? જાણો શું છે હકીકત
vladimir putin
Image Credit source: inf

Follow us on

Facts About Vladimir Putin : વિશ્વની ઘણી એવી હસ્તીઓ છે જે પોતાની વિચિત્ર આદતોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન ઉનની જ વાત કરી લો. તેના દેશમાં તેણે એવા એવા આદેશો આપ્યા છે કે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી. જેમકે તાનાશાહ કિમ જોન ઉનના વાળ જેવી હેરસ્ટાઈલ દેશમાં કોઈએ ના રાખવી, દેશમાં જેને પણ કોરોના થાય તેને ગોળી મારી દેવી વગેરે વગેરે. તેવા જ વિચિત્ર પ્રકારના કામો માટે જાણીતા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) છેલ્લા ઘણા સમયથી યુક્રેન સાથેના યુદ્ધને કારણે ચર્ચામાં છે. આખી દુનિયામાં અને તેના પોતાના જ દેશમાં યુદ્ધનો વિરોધ થઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના દુશ્મનોથી હંમેશા સતર્ક રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની વિદેશ યાત્રા દરમિયાન તેના બોડીગાર્ડ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મળ પણ પાછુ રશિયા લઈ જાય છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ અને પૂરેપૂરી હકીકત.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ છે હકીકત

આજે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે લોકો વિશે ઘણી બધી માહિતી તેમના DNAમાંથી મેળવી શકાય છે. દુનિયાના મોટા નેતાઓ નથી ઈચ્છતા કે તેમના DNAએ સેમ્પલ દુશ્મન દેશોના હાથમાં આવે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ DNA સેમ્પલને લઈને ખૂબ જ સાવધ છે. કારણ કે DNAથી કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્યનો અંદાજ લગાવી શકાય છે. વ્લાદિમીર પુતિન તેમના દુશ્મનોને DNA સાથે એવુ કંઈપણ આપવા માંગતા નથી જેથી તેમના સ્વાસ્થ્યની માહિતી મેળવી શકાય. આ કારણથી તેમના બોડીગાર્ડ તેમની વિદેશ પ્રવાસ દરમિયાન પુતિનનું મળ પણ ભેગુ કરે છે. બાદમાં તેના મળને એક બોક્સમાં બંધ કરીને રશિયા-મોસ્કો પરત લાવવામાં આવે છે. એક અહેવાલ અનુસાર, પુતિનની સુરક્ષા સેવાના સભ્યો તેમના મળને એક ખાસ પેકેટ દ્વારા એકત્રિત કરે છે. બાદમાં તેને બ્રીફકેસમાં રાખવામાં આવે છે.

જુઓ આ વીડિયો

 


2019માં વ્લાદિમીર પુતિન પેરિસમાં એક સમિટ દરમિયાન 6 બોડીગાર્ડ સાથે શૌચાલયમાં જતા જોવા મળ્યા હતા. તેમાંથી 5 તેમની આસપાસની સુરક્ષા કરી રહ્યા હતા, જ્યારે અન્ય એક બોડીગાર્ડ પુતિનના શૌચાલયમાંથી બહાર આવતાની સાથે જ અંદર ગયો હતો. મળતી માહિતી અનુસાર પુતિન જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેમનું ટોયલેટ પોતાની પાસે રાખ્યું છે.

રશિયા પર 2 પુસ્તકો લખનાર રેગિસ જેન્ટે કહે છે કે 2 ઉદાહરણો છે જેમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પુતિનનું મળ એકઠુ કરવામાં આવ્યુ હતુ. પહેલી ઘટના 2017માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન અને બીજી ઘટના 2019માં સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન જોવા મળી હતી.

Published On - 11:44 pm, Tue, 14 June 22

Next Article