દુલ્હાનો દોસ્ત જ નીકળ્યો ‘ચોર’, જુઓ કેવી રીતે નોટોના હારમાંથી કરી રહ્યો છે પૈસા ગાયબ

|

Sep 28, 2022 | 4:39 PM

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે વરરાજા (Groom Viral Video)ની બાજુમાં બેસેલો વ્યક્તિ તેના જ મિત્રની આંખમાં ધૂળ નાખીને તેની માળામાંથી નોટ ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

દુલ્હાનો દોસ્ત જ નીકળ્યો ચોર, જુઓ કેવી રીતે નોટોના હારમાંથી કરી રહ્યો છે પૈસા ગાયબ
Groom Viral Video
Image Credit source: Instagram

Follow us on

આ દિવસોમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Funny Viral Video) થઈ રહ્યો છે, જેમાં વરરાજાનો મિત્ર તેની નોટોના માળામાંથી પૈસા ગુમ કરતો જોવા મળી રહ્યો છે. હવે આ વીડિયો જોઈને નેટીઝન્સ પણ દંગ રહી ગયા છે. લોકો કહે છે કે જ્યારે મિત્ર આવો હોય તો દુશ્મનની શું જરૂર છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે વરરાજા (Groom Viral Video)ની બાજુમાં બેસેલો વ્યક્તિ તેના જ મિત્રની આંખમાં ધૂળ નાખીને તેની માળામાંથી નોટ ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ખિસ્સું કપાય જાય તો ખરાબ લાગે. પરંતુ જ્યારે મિત્ર જ ચોર નીકળે તો કેવું લાગશે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વરરાજા તેના જ મિત્ર સાથે દગો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા નોટોની માળા પહેરીને ખુરશી પર બેઠો છે. તેની બાજુમાં તેનો મિત્ર પણ બેઠો છે. પણ આ માણસની નજર વરરાજાની નોટોના માળા પર ટકેલી છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિ વરરાજાથી બચીને માળામાંથી નોટ ચોરી કરવાનો પ્રયાસ કરે છે. વરરાજાને શંકા જાય તો તે પણ પાછળ જુએ છે. જે બાદ આ વ્યક્તિ તરત જ તેનો હાથ ખેંચી લે છે. પણ ફરી એ જ વાતનું પુનરાવર્તન થતું રહે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હવે આ વીડિયો જોયા પછી તમે વિચારતા જ હશો કે આ કેવો વ્યક્તિ છે જેણે પોતાના મિત્રને નથી છોડ્યો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 4 હજાર લોકો તેને પસંદ કરી ચૂક્યા છે. સાથે જ તેઓ ઉગ્ર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

એક યુઝર કહે છે, પાકિસ્તાનમાં બધું સામાન્ય છે ભાઈ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, વરરાજા વિચારી રહ્યા હશે- હા ભાઈ, પહેલા આ કરો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, ‘લો ભાઈ. આજનો જુગાડ થઈ ગયો. વીડિયો પર લોકો સતત આ રીતે ફની રિએક્શન આપી રહ્યા છે.

Next Article