AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomatoએ પૂછ્યું – આજે તમને શું ખાવાનું મન છે? યુઝર્સનો ગુસ્સો ઉભરાયો – તમારા ભરોસે નથી બેઠા !

Zomato Viral video : ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ મૂકી છે અને પૂછ્યું છે કે, 'આજે તમને શું ખાવાનું મન છે?' લોકોએ આ પોસ્ટ પર ફની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે જવાબમાં 'ગુલાબજાંબુ' લખ્યું છે, તો કેટલાકે કહ્યું કે, તેમને 'બોસની ઠપકો' ખાવાનું મન થાય છે.

Zomatoએ પૂછ્યું - આજે તમને શું ખાવાનું મન છે? યુઝર્સનો ગુસ્સો ઉભરાયો - તમારા ભરોસે નથી બેઠા !
zomato tweet viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 7:07 AM
Share

Zomato Viral video : Zomato એ ફૂડ ડિલિવરી સર્વિસની દુનિયામાં એક મોટું નામ છે, જેણે આજે દેશભરમાં પોતાની ઓળખ બનાવી છે. જ્યારે પણ તમને ભૂખ લાગે અથવા કંઈક ખાવાની ઈચ્છા થાય, તો માત્ર Zomato એપ ખોલો અને ઓર્ડર કરો. ભોજન થોડીવારમાં તમારા ઘરે પહોંચી જશે. ખરેખર, Zomatoએ દેશભરમાં ઘણી રેસ્ટોરન્ટ સાથે ભાગીદારી કરી છે, જ્યાંથી ડિલિવરી બોય ફૂડ લાવે છે અને ગ્રાહકોના ઘરે પહોંચાડે છે. Zomato સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને વિવિધ પ્રકારની પોસ્ટ પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેની એક પોસ્ટ ચર્ચામાં છે, જેના પર યુઝર્સે એવા ફની રિએક્શન આપ્યા છે કે જેને વાંચીને કોઈપણ હસી શકે છે.

આ પણ વાંચો : માથા પર વાસણ અને સાવરણીનું પૂછડું બનાવી કાકાએ કર્યો મુર્ગા ડાન્સ, Viral Video જોઈ હસવું રોકી નહીં શકો

ખરેખર Zomatoએ તેના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ મૂકી છે અને પૂછ્યું છે કે, ‘આજે તમને શું ખાવાનું મન છે?’. આ પોસ્ટને અત્યાર સુધીમાં 94 હજારથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક કરી છે અને ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Zomatoની આ ફની પોસ્ટ જુઓ

એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘ધોખા’, પરંતુ બાદમાં તેને સુધારીને લખ્યું, ‘ઢોકલા..સોરી’. તેવી જ રીતે એક મહિલા યુઝરે ગુસ્સામાં કોમેન્ટ કરી છે, ‘બના લિયા ભાઈ. આપકે ભરોસે નહીં બેઠે હે’.

એ જ રીતે કેટલાક યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે, તેમને ગુલાબ જાંબુ જોઈએ છે, તો કોઈ મજાકમાં કહી રહ્યા છે કે તેમને ‘બોસ કી ડાંટ’, જ્યારે એક યુઝર્સે લખ્યું છે કે, ભાઈ છોડો, આંસુઓથી જ પેટ ભરી લીધું. એક મહિલા યુઝરે મજાકમાં લખ્યું છે કે, ‘મને તેના હાથના નાના ભટુરા ખાવાનું મન થાય છે’. છોલે ભટુરે તો આવી જાશે, પરંતુ તે નથી’, જ્યારે અન્ય એક યુઝરે પૂછ્યું છે કે ‘અમારા વિસ્તારમાં ડિલિવરી ક્યારે શરૂ કરશો?’.

Zomato સોશિયલ મીડિયા પર તેની ફની પોસ્ટ અને કોમેન્ટ માટે જાણીતો છે. આજે સવારે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પણ એક ટ્વીટ કરીને પોતાનો નવો ફોન ગુમ થવાની જાણકારી આપી હતી. આના પર Zomatoએ ફની રિપ્લાયમાં લખ્યું, ‘ભાભીના ફોન પરથી કોઈ પણ ખચકાટ વગર આઈસ્ક્રીમ મંગાવો, જો તેની પાસેથી મદદ મળે તો’.

g clip-path="url(#clip0_868_265)">