Viral Video: તમે આવો બેડરૂમ ક્યારેય નહીં જોયો હોય, આ વ્યક્તિએ ચાલતા ટ્રક પર સેટ કર્યો પોતાનો બેડ, જુઓ વીડિયો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ ટ્રકની નીચે વ્યવસ્થા કરીને પોતાના માટે અદ્ભુત બેડરૂમ બનાવ્યો છે. એક તરફ ટ્રક રસ્તા પર દોડતો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ એક વ્યક્તિ વ્હીલ પાસે આરામથી સૂતો જોવા મળે છે. તેને જોઈને એવું લાગતું નથી કે તેને કોઈ ટેન્શન છે.

ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ લાખો વીડિયો વાયરલ (Viral Video) થાય છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે ફની વીડિયો જ હોય. અહી ઘણી વખત એવા વિડીયો પણ જોવા મળે છે, જેને જોયા બાદ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તમે દંગ રહી જશો.
ટ્રકની નીચે બનાવ્યો અદ્ભુત બેડરૂમ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ ટ્રકની નીચે વ્યવસ્થા કરીને પોતાના માટે અદ્ભુત બેડરૂમ બનાવ્યો છે. એક તરફ ટ્રક રસ્તા પર દોડતો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ એક વ્યક્તિ વ્હીલ પાસે આરામથી સૂતો જોવા મળે છે. તેને જોઈને એવું લાગતું નથી કે તેને કોઈ ટેન્શન છે, તે ખુશીથી સૂતો હોય તેવું લાગે છે.
અહીં વિડિયો જુઓ
View this post on Instagram
તમે આવો બેડરૂમ ક્યારેય નહીં જોયો હોય
આ વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકે રેકોર્ડ કર્યો હતો, જે હવે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @tircilar_ailesi નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે કેપ્શન લખ્યું હતું, ‘તમે આવો બેડરૂમ ક્યારેય જોયો નહીં હોય.’ આ સમાચાર લખાઈ ત્યાં સુધી ક્લિપને 3 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Funny Viral Video : દિલ્હી મેટ્રોમાં બેકફ્લિપ કરવું મુશ્કેલ થયું, યુવાન પડ્યો ઉંધે માથે, Viral Video
એક યુઝરે લખ્યું, આ વ્યક્તિએ સમજવું જોઈએ કે જો ભૂલથી ટાયર ફાટી જાય તો તેને અહીં કિંમત ચૂકવવી પડી શકે છે. અન્ય એક યુઝરે લખ્યું, આ પ્રકારનો જુગાડ ખરેખર ખૂબ જ ખતરનાક છે ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું કે, અહીં મુસાફરી કરવાનો અને સૂવાનો આનંદ ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી ડ્રાઇવર સખત બ્રેક નહીં લગાવે. આ સિવાય બીજા ઘણા યુઝર્સ આ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.