Viral Video : મેટ્રોમાં કાકાએ લીધી કાકી સાથે સેલ્ફી, આ મનમોહક વીડિયો જોય તમે પણ થઈ જશો ખુશ

|

Jun 10, 2022 | 11:46 PM

આજના જમાનામાં સેલ્ફીનો (Selfi) ક્રેઝ લગભગ દરેક વયજુથના લોકામાં જોવા મળી રહ્યો છે. બાળકો હોય કે વડીલો જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તેઓ ફોનનો કેમેરો કાઢીને પોતાની સુંદર તસવીરો લેવાનું શરૂ કરી દે છે.

Viral Video : મેટ્રોમાં કાકાએ લીધી કાકી સાથે સેલ્ફી, આ મનમોહક વીડિયો જોય તમે પણ થઈ જશો ખુશ
Viral Video
Image Credit source: instagram

Follow us on

ઈન્ટરનેટની દુનિયામાં સોશ્યિલ મીડિયામાં (Social Media) કોઈને કોઈ વીડિયો સામે આવતા રહે છે જે લોકોની ચર્ચામાં રહે છે. કેટલીકવાર અહીં આશ્ચર્ય થાય છે અને ત્યાં ઘણી વખત એવા વીડિયો વાયરલ (Viral Video) થઈ જાય છે, જેને જોયા પછી આપણે આપણી હસવાનું  નથી રોકી શકતા.અને ઘણી વખત આપણને એવા વીડીયો પણ જોવા મળે છે જે આપણો દિવસ પણ સારો બનાવે છે. હાલના દિવસોમાં એક વીડિયો વાયરલ થયો છે જો ખુબ જ ઈમોશનલ અને મનમોહક છે.જે જોયા પછી તમારો દિવસ ચોક્કસ બની જશે.

આજના જમાનામાં સેલ્ફીનો ક્રેઝ લગભગ દરેક વયજુથના લોકામાં જોવા મળી રહ્યો છે. બાળકો હોય કે વડીલો જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તેઓ ફોનનો કેમેરો કાઢીને પોતાની સુંદર તસવીરો લેવાનું શરૂ કરી દે છે.પરંતુ ઘણી વખત લોકો સેલ્ફી દરમિયાન કંઈક એવું કરી નાખે છે, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બની જાય છે.હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમા એક મેટ્રોમાં એક કાકા સાથે પોતાની પત્ની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. એ જોયા પછી તમે પણ કહેશો- વાહ..કેવું સરસ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયોને મેથ્યુ બેની નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.હમણા સુધી આ વીડિયોને 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. આ ઉપરાંત સમાચાર લખ્યા ત્યાં સુધી વીડિયોને લાખો વ્યૂઝ પણ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાકા મેટ્રોમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તે ફ્રન્ટ કેમેરાને બદલે બેક કેમેરાનો ઉપયોગ કરે છે. આ દરમિયાન તેમની કાકી ફોટો સારો પડે છે તેના માટે તે પોતાના દુપટ્ટાને સરખો કરે છે અને કાકા પણ તેમના તમામ પ્રયત્નો કરીને પાછળના કેમેરા સાથે સેલ્ફી લે છે.

Next Article