Viral Video : નેપાળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી એરહોસ્ટેસનો ટીક-ટોક વીડિયો પાછળ શું છે સત્ય, જાણો
નેપાળના પોખરામાં યતિ એરલાઇન્સના ATR-72 પ્લેન ક્રેશમાં 69 લોકોના મોત થયા છે. આ અકસ્માતને લઈને નેપાળમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ અકસ્માત બાદ એક એર હોસ્ટેસ ઓસિન આલેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતુ અને દાવો કરવામાં આવ્યો હતો કે આ તે એરહોસ્ટેસનો છેલ્લો વીડિયો છે જો કે દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે.

નેપાળના પોખરામાં યતિ એરલાઇન્સના ATR-72 પ્લેન ક્રેશમાં 69 લોકોના મોત થયા છે. આ અકસ્માતને લઈને નેપાળમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં નેપાળની એક એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું હતુ. જો કે અકસ્માત પૂર્વે જ ઓસિને પ્લેનની અંદરનો તેનો વીડિયો સામે આવતા તે તેનો છેલ્લો વીડિયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જે દાવો તદ્દન ખોટો છે.
આ વીડિયો સામે આવતા ખુબ જ વાયરલ થયો હતો અને કહેવામાં આવી રહ્યું હતુ કે તે એરહોસ્ટેસે વીડિયો પ્લેન ક્રેશ પહેલા બનાવ્યો હતો. પણ આ દાવો ખોટો હોવાનું સામે આવી રહ્યું છે આવુ કઈ તે યુવતી સાથે બન્યું જ ન હોવાનું જણાય રહ્યું છે.
બેકગ્રાઉન્ડમાં પહેલા નશા પહેલા ખુમર ગીત સંભળાઈ રહ્યું છે
આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં પહેલા નશા પહેલા ખુમર ગીત સંભળાઈ રહ્યું છે અને સુંદર ઓસિન હસતી જોવા મળી રહી છે. જ્યારે તેણે વીડિયો બનાવ્યો ત્યારે મુસાફરો પ્લેનમાં આવ્યા ન હતા. બીજી તરફ આ દુર્ઘટના અંગે નેપાળની એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે પ્લેન ક્રેશ હવામાનને કારણે નહીં પરંતુ ટેકનિકલ ખામીના કારણે થયું છે. જો કે આ વીડિયો તે એર હોસ્ટેસનો છેલ્લો વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ પણ તમને જણાવી દઈએ તો આ વીડિયો ને જે રીતે દર્શાવવામાં આવી રહ્યો છે તેમ બન્યું જ નથી એટલે કે આ વીડિયો તે એરહોસ્ટેસનો છેલ્લો વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જો કે તે તદ્દન ખોટું છે.
સત્ય એ છે કે આ વીડિયો વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનાનો છે જે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને નેપાળ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
આ દુર્ઘટના પર, ભારતના પીએમ મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘નેપાળમાં થયેલા દુ:ખદ એર ક્રેશથી હું દુઃખી છું, જેમાં ભારતીય નાગરિકો સહિત અમૂલ્ય જીવ ગુમાવ્યો છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
જો કે આ વીૂડિયો સામે આવ્યા બાદ આલેનાના પિતા, મોહન આલે મગરે દુખ વ્યક્ત કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી હતી જો કે આ તમામ ઘટના અને લોકો દ્વારા દાવો કરવામાં આવેલ આ એક અફવા હોવાનું સત્ય સામે આવ્યું છે.
આ પણ વાંચો : Viral Video : G-20ના પ્રતિનિધિઓેએ કર્યું પરંપરાગત મરાઠી નૃત્ય, મહારાષ્ટ્રીયન લેઝીમ ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા વિદેશીઓ
Disclaimer : આ Viral Video factcrescendo દ્વારા ચેક કરવામાં આવ્યો છે અને તેમના પ્રમાણે ખોટો છે.