Viral Video: ભેળપુરૂી વેચતા આ ‘અરવિંદ કેજરીવાલ’નો Video થયો વાયરલ, લોકોએ પૂછ્યું- મફલર ક્યાં છે?

|

Feb 04, 2023 | 2:58 PM

અરવિંદ કેજરીવાલના લુકલાઈકનો આ ફની વીડિયો (Funny video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.4 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 91 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Viral Video: ભેળપુરૂી વેચતા આ અરવિંદ કેજરીવાલનો Video થયો વાયરલ, લોકોએ પૂછ્યું- મફલર ક્યાં છે?
Arvind Kejriwal lookalike man video viral

Follow us on

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દુનિયામાં એક જ ચહેરાના બે લોકો ન હોઈ શકે, પરંતુ આવા ઘણા લોકો જોવા મળ્યા છે, જેમના ચહેરા એકબીજા સાથે એ હદે મળતા હોય છે કે સાચી વ્યક્તિ કોણ છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. ઘણા એવા છે કે કોણ અસલી અને કોણ નકલી છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ફિલ્મ સ્ટાર્સના લુકલાઈક્સ ઘણા જોવા મળે છે.

ગોવિંદા હોય કે અજય દેવગન કે પછી સલમાન ખાન. તેમના લુકલાઈકની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે, પરંતુ શું તમે ક્યારેય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના લુક લાઈક જોયા છે? જી હા, આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ જેવો જ ચહેરો ધરાવતા વ્યક્તિ રસ્તા ઉપર ભેળપુરી વેચતો જોવા મળી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અરવિંદ કેજરીવાલનો ચહેરો ધરાવતો એક વ્યક્તિ ચાટ વેચી રહ્યો છે. અહીં અનેક પ્રકારની ચાટ ઉપલબ્ધ છે. આ સિવાય તે સમોસા વેચતો પણ જોવા મળે છે. વીડિયોમાં જયારે તે વ્યક્તિને પૂછવામાં આવે છે કે તેમની પાસે કંઈ કઈ વસ્તુ મળશે તો તેઓ બધી વસ્તુ પણ બતાવે છે.

એક ફૂડ બ્લોગરે આ વ્યક્તિનો વીડિયો બનાવ્યો છે. તે જોઈ શકાય છે કે વ્યક્તિએ અરવિંદ કેજરીવાલ જેવા જ કપડાં પહેર્યા છે તેમજ ટોપી અને ચશ્મા પણ પહેરેલા છે અને તે બુિલકુલ અરવિંદ કેજરીવાલ જેવા જ લાગે છે.  આવી સ્થિતિમાં આ વ્યક્તિને જોઈને કોણ છેતરાઈ ન જાય. પહેલી નજરે કોઈ પણ છેતરાઈ જશે અને આ વ્યક્તિને અસલી અરવિંદ કેજરીવાલ સમજી જશે.

જુઓ અરવિંદ કેજરીવાલનો આ વીડિયો

અરવિંદ કેજરીવાલના લુક લાઈકનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર foodyvishal નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.4 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 91 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ જવાબો આપ્યા છે.

 

 

એક યુઝરે કમેન્ટમાં મજાકમાં પૂછ્યું છે કે, ‘મફલર ક્યાં છે’, જ્યારે અન્ય યુઝરે આશ્ચર્ય સાથે પૂછ્યું કે, ‘અરે કેજરીવાલ, શું વેચી રહ્યો છે’. તેવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, ‘તમે સસ્તા આપી રહ્યા છો પરંતુ કેજરીવાલ મફત આપી રહ્યા છે’

Next Article