Viral Video: આ ઘેટાને તેનો જ ગુસ્સો ભારે પડયો, વીડિયો જોઈ લોકો શીખ્યા મહત્વના પાઠ

|

Aug 16, 2022 | 11:17 PM

ગુસ્સો ફકત માણસોને જ નહીં પણ પ્રાણી અને પક્ષીઓને પણ આવે છે. હાલમાં એક પ્રાણીનો ગુસ્સાવાળો ચોંકાવનારો અને બોધરુપ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જે દરેકે જોવા જેવો છે.

Viral Video: આ ઘેટાને તેનો જ ગુસ્સો ભારે પડયો, વીડિયો જોઈ લોકો શીખ્યા મહત્વના પાઠ
Viral Video
Image Credit source: twitter

Follow us on

Shocking video: માણસ સાથે અનેક સ્વભાવ જોડાયેલા છે. માણસ હસે છે, રડે છે, રમે છે, નાચે છે, નિરાશ થાય છે, તે ગુસ્સો કરે છે. આ બધુ તેની ભાવના દર્શાવે છે. માણસના જીવનમાં જો ગુસ્સો, લાલચ અને ઈર્ષા જન્મ લે તો તેના જીવન માટે કોઈકને કોઈક રીતે નુકશાનકારક જ સાબિત થાય છે. આ બધાને કારણે માણસ કોઈકને કોઈક મહત્વની વસ્તુઓ ગુમાવે છે. ઈર્ષાને કારણે તેના સંબંધ અને વિચારસરણી ખરાબ થાય છે. લાલચને કારણે તેનું વ્યક્તિત્વ બગડે છે અને ગુસ્સાને કારણે પણ તેને ઘણી મહત્વની વસ્તુઓ ગુમાવવી પડે છે. ત્યારબાદ પછતાવવાનો વારો આવે છે. ગુસ્સો ફકત માણસોને જ નહીં પણ પ્રાણી અને પક્ષીઓને પણ આવે છે. હાલમાં એક પ્રાણીનો ગુસ્સાવાળો ચોંકાવનારો અને બોધરુપ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જે દરેકે જોવા જેવો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘેટું ગુસ્સામાં છે. ગુસ્સામાં તે કંઈ સમજી શકતો નથી. તે ગુસ્સામાં એવુ કંઈક કરે છે કે છેલ્લે તેને નુકશાન થાય છે. જોઈ શકાય છે કે ઘેટું એક ડ્રમ સામે ગુસ્સાથી જોઈ રહ્યો છે. તે તેને ટક્કર મારવા માટે તેના પર અટેક કરે છે. તે દૂરથી દોડીને આવે છે અને ડ્રમને પોતાના માથાથી દૂર ફેંકવાનો પ્રયત્ન કરે છે પણ થાય છે કંઈક અલગ. તેનું માથુ ડ્રમમાં ફસાઈ જાય છે અને તે ઊંધા માથે બીજી તરફ પટકાઈ જાય છે. આ વીડિયો પરથી લોકોને મહત્વનો બોધ મળે છે. ક્યારેક પણ જીવનમાં ગુસ્સો ન કરવો તેનાથી તમને જ નુકશાન થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપીએસ અધિકારી દિપાંશુ કાબરાના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો હજારો વ્યૂ આવ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે વધારે ગુસ્સો કરવામાં પોતાનું નુકશાન થાય છે. લોકોએ આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી છે. લોકો આ વીડિયો જોઈને ખુબ હસ્યા છે. આ વીડિયોને કારણે લોકોને સારુ એવુ મનોરંજન મળ્યુ છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે આ પોતાને ધ ગ્રેટ ખલી સમજી બેઠો હતો અને તે ડ્રમને જોન સીના.

Next Article