ગજબનો જુગાડ ! કુકરની સીટી મારવા માટે મહિલા જવાનોએ બંદૂકનો આ રીતે કર્યો ઉપયોગ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયામાં રોજ કેટલાક વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાક વીડિયો એવા જુગાડુ હોય છે કે જેને જોઇને મજા આવી જાય. હાલમાં પણ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જ્યારે દેશી જુગાડની વાત કરવામાં આવે છે તો ભારતીય લોકોનો મુકાબલો તેમાં કોઇ પણ ન કરી શકે. ભારતમાં એટલા તેજસ્વી લોકો બેઠા છે કે તેમની પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે. આ જુગાડ અમુક વાર એટલા જોરદાર હોય છે કે આપણે જોઇને વાહ ભાઇ બોલવા પર મજબૂર થઇ જઇએ. ભારતીય લોકોના જુગાડની તો દુનિયા દિવાની છે. એક જ એસીનો ઉપયોગ 2 રૂમ માટે કરવો હોય કે પછી ભંગારના સામાનમાંથી કોઇ અદ્ભૂત વસ્તુ બનાવવી હોય ભારતીય લોકોનો કોઇ જવાબ નથી. હાલના સમયમાં આવો જ એક જુગાડનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
ઘણી વખત રસોડામાં કેટલીક વસ્તુઓ ઓછી પડે છે, જેના માટે ઝડપી ઉકેલ મેળવવા માટે આપણને કેટલીક યુક્તિઓનો ઉપયોગ કરવો પડે છે. મોટાભાગે મહિલાઓ રસોડાને સંભાળે છે તેથી તેઓ આવી ઘણી યુક્તિઓ જાણે છે કે જેની મદદથી તેમનું કામ ઝડપથી થઈ શકે છે. ચાલો તમને એક વીડિયો બતાવીએ જે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં બે મહિલા સૈનિકોએ કુકરને સીટી મારવા માટે દેશી જુગાડનો આશરો લીધો હતો.
View this post on Instagram
એક મહિલા જવાન ખુલ્લા મેદાનમાં ચૂલો પ્રગટાવે છે અને તેના પર કૂકર રાખે છે. લાંબા સમય સુધી લાકડા સળગાવ્યા પછી, જ્યારે કૂકરમાંથી સીટી ન આવી ત્યારે તેણે દેશી જુગાડની યુક્તિ પણ અપનાવી. કૂકરમાંથી સીટી લાવવા માટે મહિલા સૈનિકોએ તેમની બંદૂકોનો આશરો લીધો. કૂકરના ઉપરના ભાગ પર તેણે બંદૂકની બેરલને ઉલટું મૂક્યુ. જેવી આ મહિલા જવાને સીટી માટે બંદૂકની ટોચ પકડી, તરત જ સીટી વાગી. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.