Viral Video : ‘દયાબેન’ના દીકરાની પ્રથમ ઝલક આવી સામે, 5 વર્ષ બાદ પરિવાર સાથે જોવા મળી તારક મહેતા સિરીયલની અભિનેત્રી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલની દયાબેન ઉર્ફે દિશા વાકાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રીના દીકરાની પહેલી ઝલક જોવા મળી છે.

ટીવીનો સૌથી ફેમસ કોમેડી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. એક બાદ એક થઈ રહેલા ફેરફરો અને શોની ઘટી રહેલી ટીઆરપીને કારણે સિરીયલના ભવિષ્ય અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે 5 વર્ષ પહેલા સિરીયલ છોડીને ગયેલી દયાબેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. દિશા વાકાણી તારક મહેતાની ઉલ્ટા ચશ્મામાં દેખાઈને લગભગ 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ ચાહકો હજી પણ તેને ભૂલી શક્યા નથી.
દિશાએ શોમાં પોતાની આગવી શૈલી અને ઉત્તમ સેન્સ ઓફ હ્યુમરથી દર્શકોના દિલમાં એક અલગ છાપ છોડી છે. આ જ કારણ છે કે દર્શકો તેમની સાથે સંબંધિત દરેક અપડેટ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં અભિનેત્રી પોતાનો બધો સમય પરિવારને આપી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિશા પોતાના પરિવાર સાથે મંદિરમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેના દીકરાની પ્રથમ ઝલક જોવા મળી હતી. સાથે સાથે આ વીડિયોમાં તેની દીકરી પણ જોવા મળી હતી.
View this post on Instagram
આ પણ વાંચો : Viral Video : ધોતી-કુર્તા પહેરીને રમ્યા ક્રિકેટ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી આપીને જીતી લીધા ભારતીયોના દિલ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,દયાબેન પાછા આવી જાઓ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વર્ષો પછી દેખાયા દયાબેન. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, માતાજી તેમના પરિવારને સુખી રાખે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.