Virat Kohli માટે ગજબની દિવાનગી! હોઠ ચૂમી લેતો યુવતીનો વાયરલ થવા લાગ્યો Video
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની એક જબરદસ્ત ફેનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં ચૂમી રહી હોય એમ જોવા મળી રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ નો સ્ટાર બેટ્સમેન સામે મળી જાય એટલે ફેન્સની ખુશીઓનો પાર રહેતો હોતો નથી. કેટલાક પોતે જેના ફેન હોય એ ખેલાડીની તસ્વીર જોઈને પણ પોતાની દિવાનગીને દર્શાવવાનુ ચુકતા નથી. વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેનના ફેન દુનિયાભરમાં ફેલાયેલા છે. વિશ્વના તમામ ખુણે તેમના ચાહકો જોવા મળતા હોય છે. માટે જ તો જ્યારે કોહલી મેદાનમાં ઉતરે એટલે તેના દરેક અંદાજ પર ફેન ખૂબ આફ્રીન પોકારી ઉઠતા હોય છે. હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. આ વિડીયોમાં એક ખૂબસૂરત યુવતી કોહલીને ચુમતી નજર આવી રહી છે. જોકે આ ચૂમી તે દિલ્લીમાં લઈ રહી છે. જોકે સામે રહેલ કોહલી વાસ્તવિકતામાં નહીં પરંતુ સ્ટેચ્યૂના રુપમાં છે.
જોકે દિલ્લીમાં સ્ટેચ્યુના મીણના પુતળાના રુપમાંય રેહેલા કોહલીને આ યુવતીએ જે અંદાજથી ચૂંબન કર્યુ છે, તે જોઈને તો જાણે ઘડીક ભર તો દંગ રહગી જવાય એમ છે. જ્યારે બાદમાં જણાય કે આ ખરેખરમાં જ વિરાટ કોહલી તેની સામે મોજૂદ નથી પરંતુ વિરાટ કોહલીનુ સ્ટેચ્યુ છે.
Yeh dekhne se pehle main mar kyu nahi gayi😭😭😭😭 pic.twitter.com/vpTjmGXNUy
— Viratian forever! (@viratdiaries_) February 19, 2023
પહેલા કારની તસ્વીરો વાયરલ થઈ
દિલ્લી ટેસ્ટ શરુ થવા પહેલા ભારતીય ટીમ અરુણ જેટલી સ્ટેડિયમમાં અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન વિરાટ કોહલી ટીમ સાથે આવવાને બદલે ચમચમાતી બ્લેક કારમાં સ્ટેડિયમ પહોંચ્યો હતો. જ્યાં ફેન્સ તેને ચમચમાતી કારમાં જોઈને તસ્વીરો લઈ રહ્યા હતા. વિરાટ કોહલી માટે કારની કોઈ નવાઈ નથી, કારણ કે તેના પાર્કિંગ ગેરેજમાં આવી જ કારોનો ખજાનો છે. દિલ્લીમાં તે પોર્શ કાર લઈને આવ્યો હતો. જેની કિંમત અઢી કરોડ રુપિયાની આસપાસની છે. આ કાર કોહલીની પોતાની નહોતી, પરંતુ તે, પોતાના મોટાભાઈની કાર લઈને અભ્યાસ માટે પહોંચ્યો હતો.
કોહલીએ આ કારમાં સવાર હોવાની સેલ્ફી સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં લખ્યુ હતુ કે, ખુબ લાંબા સમય બાદ દિલ્લીમાં લોંગ ડ્રાઈવનો મોકો મળ્યો. કોહલીની કારની તસ્વીરો ચાહકોએ સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરી હતી.
હવે ઈન્દોરમાં ટેસ્ટ
હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં આગામી 1 માર્ચથી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચની શરુઆત થશે. ભારતે રવિવારે દિલ્લી ટેસ્ટ મેચ જીતી લેતા બંને ટીમના ખેલાડીઓ માટે ખૂબ સમય આગામી મેચ પહેલા રહ્યો છે. ભારતીય ખેલાડીઓ દિલ્લીમાં ફરવા નિકળ્યા હતા અને રવિવારે પ્રધાનમંત્રી મ્યુઝીયમની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી.