AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: સળગતા ચૂલા પર બેસી તંદૂરી બાબા આપે છે આર્શીવાદ, કહ્યું – મારામાં દૈવીય શક્તિ છે !

Tandoori baba Video : સોશિયલ મીડિયા પર આપડે અનેક બાબાઓના વીડિયો વાયરલ થતા જોયા છે. ધર્મના નામે ઘોંગ કરતા આવા બાબાઓના વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સળગતા ચૂલા પર બેસી તંદૂરી બાબા આપે છે આર્શીવાદ, કહ્યું - મારામાં દૈવીય શક્તિ છે !
viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 10:47 PM
Share

ભારતના લોકો ધર્મ, આસ્થા અને ભક્તિમાં માનનારા લોકો છે. અહીં દરેક ગલીમાં કે ઘરમાં તમે ભગવાનની ભક્તિ કરતા લોકો જોવા મળશે જ. પણ આ બધા વચ્ચે કેટલાક ઢોંગી બાબાઓ ધર્મના નામે ઢોંગ પણ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક આવા જ બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા તંદૂરી બાબાનો વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા છે. 140 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં તમે આવા બાબા પહેલા ભાગ્યે જો જોયા હશે.

મળતી માહિતી અનુસાર આ વીડિયો મહારાષ્ટ્રનો છે. સચ્ચિદાનંદ ગુરુ દાસ બાબા એક મોટા ચૂલા પર બેસીને ભક્તોને આર્શીવાદ આપતા પણ જોવા મળી રહ્યાં છે. આ અનોખા બાબાને તેમની પાસે કોઈ ચંપલ પહેરીને આવે તે પસંદ નથી. તે ચંપલ પહેરીને આવતા ભક્તોને ગાળો પણ આપે છે. માત્ર સફેદ વસ્ત્ર પહેરીને ગરમ ચૂલા પર બેઠેલા આ બાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. બાબાનું કહેવું છે કે, કેટલીક વાર મારામાં દૈવીય શક્તિનો સંચાર થાય છે, તેથી મને ખ્યાલ જ નથી રહેતો કે હું ગરમ ચૂલા પર બેઠો છું.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર રમૂજી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગાવન પણ કેવી કેવી સ્થિતિમાં મુકી દેતા હોય છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">