Viral Video : હરણ વચ્ચેની આવી લડાઈ કયારે જોઈ નહીં હોઈ, લોકોએ કહ્યુ – બોયફ્રેન્ડ માટે બબાલ થઈ લાગે છે

|

Sep 20, 2022 | 11:38 PM

વાઘ, સિંહ અને ચિત્તા જેવા પાણીઓ તેનો શિકાર કરતા હોય છે. હરણ આમ તો શાંત પાણી છે, પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયેલા વીડિયોમાં તેનો ગુસ્સો દેખાય રહ્યો છે. હરણનો આવો વીડિયો તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય.

Viral Video : હરણ વચ્ચેની આવી લડાઈ કયારે જોઈ નહીં હોઈ, લોકોએ કહ્યુ - બોયફ્રેન્ડ માટે બબાલ થઈ લાગે છે
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video : દુનિયામાં એકથી એક સુંદર પ્રાણી અને પક્ષી છે. તેમાં હરણ પણ સુંદર પ્રાણીઓમાંથી એક છે. તે લગભગ આખી દુનિયામાં જોવા મળે છે. અંટાર્કટિકા ખંડમાં તે જોવા મળતા નથી. તે શાકાહારી પ્રાણી છે. તે જંગલોમાં સૌથી વધારે સંખ્યામાં જોવા મળતા પ્રાણીઓમાંથી એક છે. વાઘ, સિંહ અને ચિત્તા જેવા પાણીઓ તેનો શિકાર કરતા હોય છે. હરણ આમ તો શાંત પ્રાણી છે, પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયેલા વીડિયોમાં તેનો ગુસ્સો દેખાય રહ્યો છે. હરણનો આવો વીડિયો તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય.

એક હરણ લડાઈ છોડીને ભાગી જાય છે

આ વાયરલ વીડિયોમાં જંગલનું એક સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યુ છે. વીડિયોમાં દૂર મોટા મોટા પહાડો પણ જોઈ શકાય છે. નીચે ઘાસના મેદાનમાં હરણનું ઝુંડ પણ દેખાય રહ્યુ છે. તેમાંથી 2 હરણ એકદમ માણસોની જેમ લડી રહ્યા છે. તેઓ પોતાના બંને પગ પર ઉભા રહીને એકબીજાને મારી રહ્યા છે. તેવામાં એક હરણ લડાઈ છોડીને ભાગી જાય છે. બીજું હરણ તેનો પીછો કરે છે. થોડા સમય પહેલા 2 કાંગારુ વચ્ચેની આવી લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

બે હરણ વચ્ચેની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈએફએસ અધિકારી સુસાંત નંદા એ શેયર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, 2 હરણ વચ્ચેની બોક્સિગ. માત્ર 6 સેકેન્ડના આ વીડિયોને હમણા સુધી  1 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. તેને 3 હજાર કરતા વધારે લાઈક્સ પણ મળી છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે રમૂજી કોમેન્ટ મારતા લખ્યુ છે કે,આ  બંને  બોયફ્રેન્ડ માટે  લડતા હશે.

 

Next Article