નશામાં ધૂત ગ્રાહકને ન આપી ચિકન બિરયાની, તો રેસ્ટોરન્ટમાં જ લગાવી દીધી આગ, જુઓ વાયરલ વીડિયો

|

Oct 19, 2022 | 12:54 PM

વીડિયો(Shocking Viral Video)માં આરોપી રેસ્ટોરન્ટમાં આગ લગાવતા જોઈ શકાય છે. આરોપીની ઓળખ 49 વર્ષીય ચોફેલ નોર્બુ તરીકે થઈ છે, જેની ધરપકડ કરવામાં આવી છે.

નશામાં ધૂત ગ્રાહકને ન આપી ચિકન બિરયાની, તો રેસ્ટોરન્ટમાં જ લગાવી દીધી આગ, જુઓ વાયરલ વીડિયો
Shocking Viral Video
Image Credit source: Instagram

Follow us on

અમેરિકાના ન્યૂયોર્કમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં એટલા માટે આગ લગાવી દીધી કારણ કે તેના સ્ટાફે તેને ચિકન બિરયાની આપવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. વીડિયો(Shocking Viral Video)માં આરોપી રેસ્ટોરન્ટમાં આગ લગાવતા જોઈ શકાય છે. આરોપીની ઓળખ 49 વર્ષીય ચોફેલ નોર્બુ તરીકે થઈ છે, જેની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આરોપી ચોફેલ શહેરના જેક્સન હાઇટ્સ વિસ્તારમાં સ્થિત એક બાંગ્લાદેશી રેસ્ટોરન્ટમાં ચિકન બિરયાની ખાવા પહોંચ્યો હતો. તેનો દાવો છે કે નશામાં હોવાને કારણે રેસ્ટોરન્ટે તેને ચિકન બિરયાની નથી આપી. આ વાત પર તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે રેસ્ટોરન્ટના માલિકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોપીઓએ રેસ્ટોરન્ટમાં આગ લગાવી દીધી હતી. ન્યૂયોર્ક ફાયર વિભાગે તેનો એક વીડિયો જાહેર કર્યો છે, જે વાયરલ થયો છે. આમાં 49 વર્ષીય ચોફેલ રેસ્ટોરન્ટની નજીક ઉભો જોવા મળે છે. અને તે જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને આગ લગાડે છે. જો કે આ દરમિયાન તે પોતે પણ આગની ચપેટમાં આવી જાય છે.

આરોપી ચોફેલે કહ્યું, ‘હું ખૂબ નશામાં હતો. મેં રેસ્ટોરન્ટમાં ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો. પરંતુ સ્ટાફે મને આપવાની ના પાડી દીધી.’ તેણે વધુમાં કહ્યું, ‘મને રેસ્ટોરન્ટની આ હરકતથી ગુસ્સો આવ્યો. મેં ગેસનો ડબ્બો ખરીદ્યો. પછી તેને રેસ્ટોરન્ટના ગેટ પર છાંટીને આગ લગાવી દીધી.

ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટ બંધ થયા બાદ ચોફેલ જ્વલનશીલ પ્રવાહી લઈને આવ્યો હતો. પછી તક ઝડપીને તેના ગેટ પર આગ લગાવી દીધી. પરંતુ આ દરમિયાન તે પોતે આગની ચપેટમાં આવી ગયો હતો.

Next Article