Video : મગર સાથે સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા ! ગુસ્સે થયેલા મગરે હુમલો કરતા યુવકના હાલ થયા બેહાલ

|

Nov 10, 2021 | 4:28 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક યુવાનનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક એવુ થાય છે, તે જોઈને તમે પણ ચોંકી જશે.

Video : મગર સાથે સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા ! ગુસ્સે થયેલા મગરે હુમલો કરતા યુવકના હાલ થયા બેહાલ
A man putting his arm inside crocodile mouth

Follow us on

Viral Video: મોતના મુખમાં હાથ નાખવો… આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો જોઈને કંઈક એવું જ લાગે છે. વીડિયોમાં એક વ્યક્તિ મગર સાથે સ્ટંટ(Stunt) કરતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન કંઈક એવું બને છે કે ત્યાં હાજર દરેક લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે. આ 28 સેકન્ડનો હ્રદયસ્પર્શી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ…….

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મગર (Crocodile) સાથે સ્ટંટ બતાવી રહ્યો છે. આ દરમિયાન તે પોતાનો લગભગ આખો હાથ મગરના જડબામાં નાખી દે છે. જરા વિચારો, જેના જડબામાંથી સિંહ જેવું ભયાનક પ્રાણી પણ છટકી ન શકે, આ વ્યક્તિ પોતાનો આખો હાથ મગરના મોંમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાદમાં ગુસ્સે થયેલા મગરે જે હુમલો કર્યો તે જોઈને તમે પણ દંગ રહી જશો.

 

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર nature27_12 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ (Comment) કરતા લખ્યું કે ‘મને આ કોઈ પણ એન્ગલથી શાણપણનું કામ ન લાગ્યું.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે હવે આ યુવાન સ્ટંટ કરતા પહેલા સો વખત વિચાર કરશે.

 

 

આ પણ વાંચો: Viral : યમુનામાંથી ઝેરી ફીણ દુર કરવા કેજરીવાલ સરકારની અનોખી કામગીરી ! સોશિયલ મીડિયા પર #ScientistKejriwal થયુ ટ્રેન્ડ

 

આ પણ વાંચો: Video: આ બાળકીઓએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! ટેલેન્ટ જોઈ લોકોએ કહ્યું “પ્રતિભા કોઈની મોહતાજ નથી હોતી”

 

આ પણ વાંચો: Sanju Samson: સંજુ સેમસનની ટીમ ઇન્ડિયામાં પસંદગી નહી થતા ફેન્સ સોશિયલ મીડિયા પર ન્યાય માંગવા લાગ્યા, BCCI અને સિલેક્ટર પર લગાવ્યા ભેદભાવના આરોપ

Next Article