Viral Video : હરતા-ફરતા મેરેજ હોલ જોઈ દંગ રહી ગયા લોકો, Anand Mahindra એ શેર કર્યો વીડિયો

|

Sep 26, 2022 | 5:16 PM

Mobile marriage hall : આનંદ મહિન્દ્રા એ હાલમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક ટ્રક દેખાઈ રહી છે. પણ હકીકતમાં તે એક ટ્રક નહીં પણ હરતો-ફરતો મેરેજ હોલ છે.

Viral Video : હરતા-ફરતા મેરેજ હોલ જોઈ દંગ રહી ગયા લોકો, Anand Mahindra એ શેર કર્યો વીડિયો
Moving Mobile marriage hall
Image Credit source: Twitter

Follow us on

Mobile marriage hall Video : ભારતમાં અનેક મહાપુરુષ થઈ ગયા. તેમના દ્વારા આપવામાં આવેલા વિચાર અને કરવામાં આવેલી શોધને કારણે આખી દુનિયામાં અનેક લોકોને તેનો ફાયદો થયો છે. ભારત 130 કરોડ કરતા વધારેની વસ્તી ધરાવતો દેશ છે. તેમાં એકથી એક ટેલેન્ટેડ લોકો રહે છે. તેમના મગજમાંથી ઉત્પન થતા વિચારો ઘણા કાંતિક્રારી હોય છે. સોશિયલ મીડિયા પર દેશી જુગાડને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેમાં એક હરતો-ફરતો મેરેજ હોલ જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે એક ટ્રક જોઈ શકો છો. તે જ એક હરતો-ફરતો મેરેજ હોલ છે. તેના પાછળના ભાગને મેરેજ હોલની સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઘણા લોકો વિચારમાં પડી ગયા છે કે આવું શક્ય છે ખરુ ! આ મેરેજ હોલ 40×30 સ્કવેર ફીટમાં ફોલ્ડેડ પાર્ટસને સેટ કરીને બનાવવામાં આવ્યુ છે. તેમાં 200 લોકો ભેગા થઈ શકે છે. આ વીડિયોમાં તમને મેરેજ હોલમાં લગ્ન અને સમ્માન સમારોહના દ્રશ્યો દેખાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ શેયર કર્યો છે. આનંદ મહિન્દ્રા આવા મજેદાર વીડિયો અવારનવાર શેયર કરતા રહે છે. હાલમાં તેમણે શેયર કરેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, હું આ પ્રોડક્ટની કલ્પના અને ડિઝાઇન પાછળની વ્યક્તિને મળવા માંગુ છું. કેટલું સર્જનાત્મક કામ છે. તે દૂરના વિસ્તારોને સુવિધા આપવાની સાથે સાથે પર્યાવરણને અનુકૂળ પણ છે, કારણ કે તે કાયમી જગ્યા લેતું નથી.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતમાં ટેલેન્ટની અછત નથી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, વાહ, આ તો કલ્પના બહારની વસ્તુ છે. અન્યે એક યુઝરે લખ્યુ છે કે, મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ.

Next Article