સૂતેલી યુવતીના કાનમાંથી ઈયરબડ્સ લઈને ઉડી ગયો પોપટ, વાયરલ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા લોકો
હાલમાં સોશિયલ મીડિયા પર એક પીળા પોપટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક સુતેલી યુવતીના કાનમાંથી ઈયરબર્ડ લઈને ભાગતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા જાત-જાતના પ્રાણી-પક્ષીઓના વીડિયોથી ભેરલુ રહે છે. આ પ્રાણી-પક્ષીઓ અને જીવ-જંતુ એવી હરકતો કરે છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. કેટલીકવાર તો તેઓ માણસો જેવી હરકતો કરતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પીળા પોપટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક સુતેલી યુવતીના કાનમાંથી ઈયરબર્ડ લઈને ભાગતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પોતાના કાનમાં ઈયરબર્ડ નાંખી ગીત સાંભળતા સાંભળતા જમીન પર સનબાર્થ લઈ રહી છે. તેની આંખો બંધ છે. તે આ સમયે પોતાનો વીડિયો પર ઉતારી રહી છે. તેવામાં અચાનક ત્યા એક પીળા રંગનું પોપટ આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પીળો પોપટ યુવતીના કાનમાંથી એક ઈયરબર્ડ લઈને ઊડી જાય છે. આ જોઈ યુવતી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પીળો પોપટ ઊડીને એક ઈલેક્ટ્રિક વાયર પર બેસી જાય છે. તે ત્યાથી નીચે આવ્યા બાદ યુવતી એ તેની પાસેથી ઈયરબર્ડ પાછા લેવા માટે કેળાની લાલચ પણ આપી પણ પોપટે તેને ઈયરબર્ડ પાછા ન આપ્યા.
આ રહ્યો એ વાયરલ વીડિયો
આ સરસ મજાનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુલ્લામાં આવી રીતે સૂવાની શું જરુરત હતી ? બીજા એક યુઝરે લખ્યુ છે કે, ખોટી હોશિયારી મારવા ગઈ અને નુકશાન કરીને આવી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ કદાચ તેનુ પાલતુ પોપટ હશે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર્સ આપતા દેખાયા.