VIDEO બનાવવાના ચક્કરમાં બાળકીનો જીવ મુકાયો જોખમમાં! વાયરલ વીડિયો જોઈ ચોંકી ગયા લોકો

Viral Video: દુનિયામાં અનેક લોકોને સોશિયલ મીડિયાનું ઘેલુ લાગ્યુ છે. આવા જ એક માતા-પિતા અને તેમની બાળકીનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

VIDEO બનાવવાના ચક્કરમાં બાળકીનો જીવ મુકાયો જોખમમાં! વાયરલ વીડિયો જોઈ ચોંકી ગયા લોકો
Viral videoImage Credit source: Reddit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 8:59 PM

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા (Social Media) માટે લોકો વિચિત્ર પ્રકારના કામ કરી દે છે. અમુક લોકો તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોતાના જીવને જોખમમાં મુકી દે છે. જેમ કે, સોશિયલ મીડિયા પર ઘણીવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થાય છે, જેમાં પ્રાણીઓને લગતા વીડિયો પણ સામેલ હોય છે. તમે જોયું જ હશે કે કેટલાક લોકો પ્રાણીઓ સાથેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે, દુનિયામાં ઘણી જગ્યાઓ પર આવા શો થતા હોય છે.

જેમાં લોકો પ્રાણીની નજીક જઈને ફોટો કે વીડિયો લઈ શકે. પરંતુ કેટલીકવાર તે ખૂબ જ ખતરનાક પણ સાબિત થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માતા-પિતાએ વીડિયો બનાવવાની ચક્કરમાં પોતાની નાની બાળકીનો જીવ જોખમમાં મૂક્યો છે. આ વીડિયો ખરેખર ડરામણો પણ છે અને લોકો માટે પણ એક બોધપાઠ છે કે તેઓ પોતાના બાળકોને આવા કોઈ ખતરનાક પ્રાણીની સામે ન લઈ જાય, કારણ કે તે જીવલેણ પણ બની શકે છે.

પ્રાણીઓનો કોઈ ભરોસો નથી હોતો. તેઓ કોઈપણ સમયે કોઈના પર પણ હુમલો કરી શકે છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી રસ્તા પર આરામ કરી રહેલા દરિયાઈ સિંહની પીઠ પર બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ સી-લાયન આ રીતે તેની પીઠ પર કોઈ બેસે એ બિલકુલ પસંદ નથી. તે બાળકી પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને બાળકીને નીચે ફેંકી દે છે. ત્યારે એક વ્યક્તિ છોકરીને બચાવવા ત્યાં આવ્યો, જે તેના પિતા હોઈ શકે છે. પોતાના બાળકોનો જીવ જોખમમાં મૂકીને વીડિયો બનાવનારા તમામ વાલીઓ માટે આ એક મોટો બોધપાઠ છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો રેડિટ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયો જોયા પછી લોકો તેના માતા-પિતાની ઝાટકણી કાઢી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ખતરનાક જાનવરો સાથે વીડિયો ન બનાવવો જોઈએ. એક યુઝરે લખ્યું છે કે ‘આ માણસ મૂર્ખ છે. તેણી પર બાળકોને જોખમમાં મૂકવાનો આરોપ લગાવવો જોઈએ’, અન્ય એક યુઝરે લખ્યું, ‘આ છોકરી નસીબદાર છે કે દરિયાઈ સિંહે (સી લાયન) તેના પર હુમલો કર્યો નહીં, પરંતુ તેણીને તેની પીઠ પરથી ઉતરવા માટે પ્રોત્સાહિત કર્યુ’. આ વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">