Viral Video: માણસે જુગાડ કરીને પ્રેસથી કપડાંને કરી ઈસ્ત્રી, વીડિયો જોઈ લોકોએ કહ્યું- ‘આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ’

|

May 23, 2022 | 9:59 AM

સોશિયલ મીડિયા (Social Media) પર આજકાલ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ કપડાંને ઇસ્ત્રી કરવા માટે LPG સિલિન્ડરથી પ્રેસ બનાવી છે. જેને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Viral Video: માણસે જુગાડ કરીને પ્રેસથી કપડાંને કરી ઈસ્ત્રી, વીડિયો જોઈ લોકોએ કહ્યું- આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ
using lpg cylinder iron to press clothes

Follow us on

ઘણી વખત લોકો જુગાડ (Jugaad) દ્વારા એવી વસ્તુ બનાવે છે, જેને જોઈને કોઈ ભણેલો એન્જિનિયર પણ ઝૂકી જાય. કામને વધુ સરળ બનાવવા માટે લોકો જુગાડની પદ્ધતિ અપનાવવાનું પસંદ કરે છે. અથવા એમ કહો કે ભારતીય લોકોને જુગાડની આદત પડી ગઈ છે. દરેક કામ માટે લોકો જુગાડની પદ્ધતિ વધુ અપનાવે છે. ક્યારેક જુગાડથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર (Amazing Jugaad Video) જુગાડનો એક એવો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ વાહ-વાહ કરવા લાગશો.

ઘણીવાર તમે જોયું હશે કે ધોબી કોલસાના આયર્નની મદદથી કપડાંને પ્રેસ કરે છે, જ્યારે આપણે ઘરમાં ઈલેક્ટ્રીક ઈસ્ત્રીથી કપડાં પ્રેસ કરીએ છીએ, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે ઘણો જ અલગ છે. કારણ કે અહીં એક વ્યક્તિએ એક પ્રેસ બનાવ્યું છે. કપડાંને ઇસ્ત્રી કરવા માટે LPG સિલિન્ડર સાથે પ્રેસ બનાવી છે. જેને જોયા પછી બધા ચોંકી જાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં વીડિયો જુઓ……….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કપડાં પ્રેસ કરી રહ્યો છે. આ ક્લિપની સૌથી ચોંકાવનારી વાત એ છે કે તે કપડાં પ્રેસ કરવા માટે કોલસા કે વીજળીનો નહીં, પરંતુ LPG ગેસનો ઉપયોગ કરી રહ્યો છે. વીડિયો બનાવનારો વ્યક્તિ પોતે જ આશ્ચર્યમાં છે કે તે વ્યક્તિ સિલિન્ડરનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રેસ કરી રહ્યો છે. આના પર વ્યક્તિએ જવાબ આપ્યો કે તે જાણતો નથી, પરંતુ તે છેલ્લા ચાર વર્ષથી આ પ્રેસનો ઉપયોગ કરી રહ્યો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર gieddee નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી હજારો વ્યુઝ અને લાઈક્સ મળ્યા છે. આ સાથે જ લોકોએ કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘આ વ્યક્તિનું જુગાડ દિલ્હીવાળા જેવું લાગે છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ.’ અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘અમારી પાસે આટલા અદ્ભુત છે લોકો!’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Next Article