AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG! એવી જગ્યાએ ફસાયો માણસ કે કાઢવા માટે બોલાવી પડી JCB મશીન, જુઓ Viral Video

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક JCB મશીન પથ્થર દૂર કરવામાં રોકાયેલ છે, પથ્થર હટાવતાની સાથે જ તેની નીચેથી એક માણસ નીકળે છે, જેને જોયા બાદ નજીકમાં ઉભેલા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

OMG! એવી જગ્યાએ ફસાયો માણસ કે કાઢવા માટે બોલાવી પડી JCB મશીન, જુઓ Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:20 AM
Share

સોશિયલ મીડિયા પર ફની વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને ઘણી વખત યૂઝર્સ આશ્ચર્યચકિત થઈ જાય છે, ત્યાં ઘણા એવા વીડીયો હોય છે જે જોયા પછી આપણે હસી હસીને લોટપોટ થઇ જઇએ છીએ. પરંતુ આ સિવાય પણ કેટલાક વીડિયો હોય છે જે પહેલા આપણને આશ્ચર્યચકિત કરે છે અને બાદમાં જ્યારે આખું સત્ય બહાર આવે છે ત્યારે હસાવી દે છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેને જોયા પછી તમે આશ્ચર્ય પામશો અને હસી પડશો.

તમે કહી શકો છો કે આ વીડીયો ખૂબ જ અનોખો અને આશ્ચર્યજનક છે, કારણ કે આ બાબત એટલી વિચિત્ર છે કે તમે તેને પહેલી નજરે સમજી શકશો નહીં. વીડિયોમાં એક વ્યક્તિ એવી જગ્યાએ ફસાયેલી છે કે તેને બહાર કાઢવા લોખંડના કટર અને જેસીબીને મદદ માટે બોલાવવી પડી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક JCB મશીન પથ્થર દૂર કરવામાં રોકાયેલ છે, પથ્થર હટાવતાની સાથે જ તેની નીચેથી એક માણસ નીકળે છે, જેને જોયા બાદ નજીકમાં ઉભેલા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયો ક્યાં અને ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો છે તેની માહિતી મળી શકી નથી.

જો કે, સોશિયલ મીડિયા યુઝર્સ લગભગ પચાસ વર્ષના માણસની આ હકરત  પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝર પર ટિપ્પણી કરતા લખ્યું, ‘સવાલ એ છે કે તે ત્યાં ગયો તો ગયો કેવી રીતે ? તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ, આ સૂવાની જગ્યા છે ?’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે.

Giedde નામના પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યું. આ વીડિયોને સમાચાર લખવાના સમય સુધી આ 70 હજારથી વધુ વ્યૂઝ અને લાખો લાઈક્સ મળી છે.

આ પણ વાંચો –

Surat : ઔધોગીક હેતુ માટે દેશભરમાં સૌથી સસ્તું પાણી સુરતમાં, પાણી વેચીને સુરત મહાનગરપાલિકા વર્ષે 550 કરોડની આવક મેળવશે

આ પણ વાંચો –

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોકે ત્રણ દિવસમાં 23% રિટર્ન આપ્યું, જાણો સ્ટોકની તેજી અંગે શું કહે છે નિષ્ણાંત?

આ પણ વાંચો –

Funny Viral Video : બોયફ્રેન્ડ કરી રહ્યો હતો તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ, અને ડોગીએ વચ્ચે આવીને કરી દીધુ સુસુ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">