Viral Video : અપંગ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે છે આ ડોગી, વીડિયો જોઇ લોકો બોલ્યા આને તો ઓસ્કર મળવો જોઇએ

|

Sep 26, 2021 | 11:57 AM

તમે જોઈ શકો છો કે એક કૂતરો જમીન પર ઘસડાતા ચાલી રહ્યો છે. આ ક્લિપ જોઈને લાગે છે કે તેને કઇંક વાગેલું છે, પરંતુ થોડા સમય પછી ખબર પડી કે તે એકદમ બરાબર છે.

Viral Video : અપંગ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે છે આ ડોગી, વીડિયો જોઇ લોકો બોલ્યા આને તો ઓસ્કર મળવો જોઇએ
Viral video of dog faking a broken leg

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર કયો વીડિયો ક્યારે વાયરલ (Viral Video) થાય છે તે કોઈને ખબર નથી હોતી. આ વખતે એક કૂતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે તેમાં દેખાતો કૂતરો ચાલાકીથી લોકોને આકર્ષવા માટે ખાસ સ્ટાઇલ અપનાવે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક કૂતરો જમીન પર ઘસડાતા ચાલી રહ્યો છે. આ ક્લિપ જોઈને લાગે છે કે તેને કઇંક વાગેલું છે, પરંતુ થોડા સમય પછી ખબર પડી કે તે એકદમ બરાબર છે. ડોગીના એક્શન જોઈને લાગે છે કે તેને કોમેડી કરવાનું મન થયું  છે માટે તે આવી એક્શન કરવા લાગ્યો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

 

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ નોંધવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, ‘તેને ઓનલાઈન મૂવીમાં કામ મળવું જોઈએ.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું કે વીડિયોમાં દેખાતો કૂતરો ચોક્કસપણે ખૂબ જ બુદ્ધિશાળી છે. દરેક વ્યક્તિ પાસે આવા પાલતુ હોવા જોઈએ. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘આને તો ઓસ્કાર મળવો જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે રમૂજી ટિપ્પણીઓ કરી.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો ટ્વિટર પર ViralPosts નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં નેટિઝન્સ દ્વારા તેને પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ ભલે 1 મેચ જીતી હોય, પરંતુ પ્લેઓફ માટે આ એક દરવાજો હજુ ખુલ્લો, જાણો પોઇન્ટનો ખેલ

આ પણ વાંચો –

Viral Wedding Video : મંડપમાં વરરાજા પાસે સાળીઓએ માંગ્યા શુકનના રૂપિયા, વરરાજાએ આપ્યો એવો જવાબ કે વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

RCB vs MI, IPL 2021 Match Prediction: આજે આઇપીએલમા જબરદસ્ત જંગ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે જામશે ટક્કર

Next Article