બાપ રે બાપ! આ યુવક ખાઈ ગયો આખુ ચેસ બોર્ડ, Viral Video જોઈ તમે પણ ચોંકી જશો

|

Jun 22, 2022 | 11:08 PM

અનેક લોકો કેક બનાવવાના શોખીન હોય છે અને પોતાની કુકિંગને કારણે પણ જાણીતા હોય છે. હાલમાં એક શેફનો વીડિયો વાયરલ (Viral video) થયો છે. જેના કારનામા જોઈ તમે પણ ચોંકી જશો.

બાપ રે બાપ! આ યુવક ખાઈ ગયો આખુ ચેસ બોર્ડ, Viral Video જોઈ તમે પણ ચોંકી જશો
Viral video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર ફૂડના વીડિયો સૌથી વધારે વાયરલ થતા હોય છે. નવી નવી ફૂડ ડિશને લઈને લોકોને ઘણી રુચિ હોય છે. સોશિયલ મીડિયા પર અનેક શેફ કે ફૂડ બનાવવાના શોખીન લોકો ફૂડ બનાવવાના વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. અનેક લોકોને કેક ખુબ પંસદ હોય છે. જન્મદિવસ સિવાયના ખુશી અને ઉત્સવના અવસર પર પણ કેક કાપીને ઉજવણી કરવામાં આવે છે. જેમ કે લગ્નની એનિવર્સરી, કંપનીના સ્થાપનાદિવસની એનિવર્સરી, કોઈની રિંગ સેરેમની વગેરે વગેરે. અનેક લોકો કેક (Cake) બનાવવાના શોખીન હોય છે અને પોતાની કુકિંગને કારણે પણ જાણીતા હોય છે. હાલમાં એક શેફનો વીડિયો વાયરલ (Viral video) થયો છે. જેના કારનામા જોઈ તમે પણ ચોંકી જશો.

આ શેફે એક એવી યુનિક કેક બનાવી છે. જે કદાચ સામાન્ય માણસના બનાવી શકે. તેણે ચેસ જેવી દેખાતી આબેહુબ કેક બનાવી છે. તેણે અલગ અલગ સામગ્રીઓ ઉમેરીને આ ચેસ બોર્ડ અને તેની મહોરા બનાવ્યા છે. આ કેક અને વાસ્તવિક ચેસ બોર્ડને તમે બાજુ બાજુમાં મુકશો તો તમને કોઈ ઝાઝો ફરક નહીં દેખાય. તે આબેહુબ ચેસ જેવુ લાગે છે. આ યુનિક કેક બનાવવા પાછળ તે માણસની મહેનત અને તેની કુકિંગ સ્કીલની કામ લાગી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ અનોખી કેક સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર amauryguichon નામથી આઈડીથી શેયર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ કેકને માસ્ટરપીસ કહી રહ્યા છે. લોકો કોમેન્ટમાં તેની ખુબ તારીફ કરી રહ્યા છે. આ વ્યક્તિ આ પહેલા પણ આવા કારનામા કરી ચુક્યો છે.

Next Article