Viral Video : મોબાઈલ ચલાવવામાં મશગૂલ હતો વ્યક્તિ, ટ્રેન છૂટી તો દોડીને પકડવા જતા મરતા મરતા બચ્યો
આ સમયે પણ સોશિયલ મીડિયામાં એક એવો જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ લોકો દંગ રહી ગયા છે.

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે ઘણા વીડિયો રમૂજીના હોય છે તો ઘણી વખત સામે આવતા વીડિયો લોકોને ચોંકાવી દે છે. ત્યારે આ સમયે પણ સોશિયલ મીડિયામાં એક એવો જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ લોકો દંગ રહી ગયા છે.
ફોન ચલાવવામાં મશગૂલ રહ્યો વ્યક્તિ ટ્રેન છૂટી તો ભાન આવ્યું
સામે આવેલો આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ જાણકારી મળી નથી પણ વીડિયોમાં તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહી હોય છે ત્યારે સામે એક વ્યક્તિ ફોન ચલાવતા દેખાય છે. આ વ્યક્તિ ફોન ચલાવવામાં એટલો મશગૂલ થઈ ગયો હોય છે કે તેને ટ્રેન જતી પણ દેખાતી નથી અને જેવું ધ્યાનમાં આવે છે ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરે છે અને પછી પડવા જેવો થાય છે કે પોલીસ આવીને તે વ્યક્તિને ખેચી લે છે.
देश में सबसे बड़ी बीमारी मोबाइल। ट्रेन छूट गई तो पता चला। उस पुलिसकर्मी का धन्यवाद, जिसने बचाया। pic.twitter.com/tYEokFhGxY
— Arvind Sharma (@sarviind) July 20, 2025
પોલીસના લીધે બચ્યો જીવ
જો આ સમયે પોલીસ ત્યાં હાજર ના હોત તો આ વ્યક્તિનો જીવ પણ જતો રહેત. આ વ્યક્તિ ફોન ચલાવવામાં એટલી વ્યસ્ત હતી કે તેને ટ્રેન છૂટી રહી હોવાનો પણ આભાસ ના થયો અને જ્યારે એકાએક ભાન આવ્યું કે ટ્રેન પકડવા દોડે છે અને આ દરમિયાન તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે, જોકે પોલીસ તેને ખેંચી લે છે આથી તેનો જીવ બચી જાય છે. ત્યારે આમ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે તે તમે આ વીડિયો પરથી જાણી શકો છો.
