લગ્ન પહેલા પતિ-પત્નીએ સાઈન કર્યો વિચિત્ર કોન્ટ્રેક્ટ! તેમા લખેલી શરતો જાણી ચોંકી ગયા લોકો, જુઓ Viral Video

Viral Contract Marriage: હાલમાં એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ લગ્નમાં એક કપલ એક વિચિત્ર કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે.

લગ્ન પહેલા પતિ-પત્નીએ સાઈન કર્યો વિચિત્ર કોન્ટ્રેક્ટ! તેમા લખેલી શરતો જાણી ચોંકી ગયા લોકો, જુઓ Viral Video
Viral Contract MarriageImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 7:01 PM

લગ્નએ દરેકના જીવનનો એક ખાસ અવસર હોય છે. તેમાં બે વ્યક્તિઓની સાથે સાથે બે પરિવારોનું પણ જોડાણ થાય છે. ભારતમાં લગ્ન માટે અલગ ધર્મમાં અલગ અલગ પરંપરા હોય છે. ભારતમાં સોશિયલ મીડિયા પર લગ્નને લગતા વીડિયો વધારે વાયરલ થતા હોય છે. આ વીડિયો રમૂજી હોય છે કે પછી ડાન્સના હોય છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ (Viral Video) થયો છે તે કઈક અલગ છે. આ લગ્નમાં એક કપલ એક વિચિત્ર કોન્ટ્રેક્ટ (Viral Marriage Contract) સાઈન કરે છે, આ કોન્ટ્રેક્ટમાં જે શરતો લખી છે તે વાંચીને તમે પણ ચોંકી જશો. આ કપલ અસમનું છે. તેમનું નામ શાંતિ અને મિન્ટુ છે. તેમણે લગ્નમાં એક કોન્ટ્રાક્ટ તૈયાર કર્યો અને સાઇન કર્યો છે. શરતોની લિસ્ટમાં એ લખવામાં આવ્યું છે કે તેમણે જીવનમાં શું કરવુ અને શું ન કરવુ.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by (@wedlock_photography_assam)

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વરરાજા અને દુલ્હન ખુબ જ સરસ રીતે તૈયાર થયા છે. લગ્નનો સરસ માહોલ જામ્યો છે. આ વીડિયો ક્યાનો છે એ જાણવા નથી મળ્યુ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની આજુબાજુ તેમના સગાસંબંધીઓ પણ છે અને તેમના હાથમાં એક મોટો કોન્ટ્રાક્ટ છે. જેમાં લખેલી શર્તો ચોંકાવનારી અને રમૂજી  છે. વેડલોક ફોટોગ્રાફી અસમ દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. કપલ મોટા કોન્ટ્રાક્ટ પર સાઈન કરી રહ્યુ છે. તે કપલ આ દરમિયાન ખુબ જ ખુશ છે.

કોન્ટ્રાક્ટમાં લખી છે આ શરતો

કોન્ટ્રાક્ટ મુજબ કન્યાએ “રોજ સાડી પહેરવી પડશે.” યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, “રવિવારનો સવારનો નાસ્તો તમે બનાવશો” જ્યારે અઠવાડિયાના અન્ય દિવસોમાં કોણ રાંધશે તેનો કોઈ ઉલ્લેખ નથી. યાદીમાં એવું પણ લખવામાં આવ્યું છે કે “ઘરના ભોજનને હંમેશા હા કહો,” એટલે કે ઘરનું ભોજન ખાઓ. કોન્ટ્રાક્ટની શરતોમાં દર મહિને માત્ર એક પિઝા ખાવા, દરરોજ જીમમાં જવાનું, દર 15 દિવસ પછી શોપિંગ અને દરેક પાર્ટીમાં સારા ફોટો ક્લિક કરવા વગેરેનો સમાવેશ થાય છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">