Viral Video: લગ્ન બાદ વરરાજાએ લીધા તેની દુલ્હનના આશીર્વાદ, વીડિયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

|

Sep 14, 2021 | 10:33 PM

આ વીડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 21 લાખ કરતાં પણ વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે અને ઘણાં યુઝર્સ આ વીડિયોમાં વરરાજાના વખાણ કરી ચૂક્યા છે.

Viral Video: લગ્ન બાદ વરરાજાએ લીધા તેની દુલ્હનના આશીર્વાદ, વીડિયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ
Groom takes brides blessings after wedding

Follow us on

કોઈ પત્નીને પોતાના પતિને પગે લાગીને આશીર્વાદ લેતા તો તમે ઘણી વાર જોયું હશે, પરંતુ તમે ક્યારેય લગ્ન પછી પતિ પત્નીને પગે લાગીને આશીર્વાદ મેળવતા જોયાં છે? હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં લગ્નની વિધિ પત્યા પછી પતિ પોતાની પત્નીના આશીર્વાદ લેતાં જોવામાં આવ્યા છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે અને આ વરરાજાના મન ભરીને ખૂબ વખાણ પણ કર્યા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આમ તો તમે ઘણા લગ્ન જોયા હશે અને લગ્ન દરમિયાન થતી વિધિઓ વિશે પણ તમે જાણો છો. આમાં કેટલીક વિધિઓ જૂની અને પરંપરાગત છે તો કેટલીક વિધિઓ નવી હોવા સાથે એક દ્રષ્ટાંત બની જાય છે. હવે ઈન્ટરનેટ પર આ વીડિયો જોઈ જ લો.

 

આ વીડિયોમાં એક છોકરો અને એક છોકરી ઉભેલા જોવા મળે છે અને બંનેના ગળામાં વરમાળા પહેરેલી છે, જેને જોઈને લાગે છે કે આ વીડિયો ક્લિપ એમના લગ્ન પછી તરત જ બનાવેલી છે. વીડિયોમાં પહેલા તો આ દુલ્હન પોતાના પતિને પગે લાગી આશીર્વાદ લે છે પછી વરરાજા પણ પત્નીના પગ પકડીને આશીર્વાદ લેવા વાંકા વળે છે એ દરમિયાન પત્ની હસતી હસતી પાછળ ખસી જાય છે.

 

 

આ વીડિયો mr_ robin _hudd નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેયર કરવામાં આવ્યો હતો અને આ વીડિયો લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 21 લાખ કરતાં પણ વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે અને ઘણા યુઝર્સ આ વીડિયોમાં વરરાજાના વખાણ કરી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું છે કે શું વાત છે ભાઈ? તમે તો મારૂં દિલ જીતી લીધું છે જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે તમે બંને ખૂબ સુંદર લાગો છો! હું તમારા ઉજ્વળ ભવિષ્ય માટે શુભ કામનાઓ આપું છું.

 

આ પણ વાંચો – Cricket: આ દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માને ટીમ ઈન્ડીયાની કમાન સોંપવા કરી રહ્યા છે સમર્થન, કહે છે વિરાટ કોહલીને મળશે રાહત

 

આ પણ વાંચો – GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 14 સપ્ટેમ્બરે કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

 

આ પણ વાંચો – IPL 2021: પ્લે ઓફમાં પહોંચવા માટે કઇ ટીમે બાકી મેચોમાં કેટલો દમ લગાવવો પડશે જાણો, પ્લે ઓફનુ ગણિત

Next Article