Viral Video : સ્વિમિંગ પુલમાં ગરબા, લોકોએ કહ્યું- વાહ ભાઈ…વાહ

|

Sep 24, 2022 | 8:13 PM

હાલમાં ગરબાને લગતો એક વીડિયો (Garba Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે તમારા જીવનમાં આવા ગરબા કદાચ પહેલીવાર જોયા હશે.

Viral Video : સ્વિમિંગ પુલમાં ગરબા, લોકોએ કહ્યું- વાહ ભાઈ...વાહ
Garba in the swimming pool
Image Credit source: Twitter

Follow us on

Viral Video : ભારત ઉત્સવપ્રિય દેશ છે. અહીં દરેક ઘર્મના દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પરંપરાના તહેવારો ઉજવવામાં આવે છે. હાલ ગુજરાતીઓ ભારે ઉત્સાહમાં છે. કારણે ગુજરાતીઓનો પરંપરાગત અને લોકપ્રિય તહેવાર નજીક છે. કોરોના મહામારીને કારણે લગભગ 2 વર્ષ આખા દેશમાં લોકો ગરબા ન રમી શકયા. પણ આ વર્ષે આખી દુનિયામાં ગુજરાતીઓ ધૂમધામથી નવરાત્રીમાં ગરબા પર જૂમશે. હાલમાં ગરબાને લગતો એક વીડિયો (Garba Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે તમારા જીવનમાં આવા ગરબા કદાચ પહેલીવાર જોયા હશે.

આ વાયરલ વીડિયો રાજસ્થાનના ઉદયપુરનો છે. આ વીડિયોમાં કેટલાક પુરુષ અને મહિલા સ્વિમિંગ પુલમાં દેખાય રહ્યા છે. સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પૂલમાં ન્હાતા હોય છે અને મોજ-મસ્તી કરતા હોય છે. પણ આ લોકો ગરબા કરી રહ્યા હતા. તેમણે ગરબાના પારંપરિક કપડા પણ પહેર્યા હતા. બેકગ્રાઉન્ડમાં ગરબાનું ગીત વાગી રહ્યુ હતું. તેઓ અલગ અલગ અંદાજમાં ગરબા કરી રહ્યા હતા. આ પહેલા પુષ્પા સ્ટાઈલના, દંબગ સ્ટાઈલના અનેક ગરબા તમે જોયા હશે, પણ સ્વિમિંગ પૂલના આ ગરબા તમે પહેલીવાર જોયા હશે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ન્યૂઝ એજન્સી ANI એ શેયર કર્યો છે. હાલમાં આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, વાહ ભાઈ…વાહ, ભારતીયો ગમે ત્યાં ગરબા રમી શકે છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, પાણીમાં ગરબા, પાગલપંતી છે આ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કોણ છે આ લોકો, ક્યાંથી આવે છે આવા લોકો !

 

Next Article