Viral Video: નાની બાળકીને ચશ્મા પહેર્યા બાદ પહેલીવાર દુનિયા સ્પષ્ટ દેખાઈ, રિએક્શન હતું હાર્ટ ટચિંગ

|

Nov 14, 2021 | 1:30 PM

Viral Video: હાલ ઈન્ટરનેટ પર નાની બાળકીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાની બાળકી ચશ્મા પહેર્યા બાદ હાર્ટ ટચિંગ રિએક્શન આપે છે.

Viral Video: નાની બાળકીને ચશ્મા પહેર્યા બાદ પહેલીવાર દુનિયા સ્પષ્ટ દેખાઈ, રિએક્શન હતું હાર્ટ ટચિંગ
Viral Video

Follow us on

સોશિયલ મીડિયા (social media) પર બાળકોના સુંદર વીડિયો આવતા રહે છે. જો કે આ વખતે જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમારી આંખો જરૂર ભીની થઈ જશે. આ વીડિયો ઈન્ટરનેટ પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાની બાળકી ચશ્મા પહેર્યા બાદ હાર્ટ ટચિંગ રિએક્શન આપે છે. આ વીડિયો ગુડ ન્યૂઝ મૂવમેન્ટ દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ વીડિયોની શરૂઆત બે વર્ષની બાળકીના પિતા સાથે થાય છે જે ગુલાબી ચશ્મા પહેરે છે. જેવી તે નાની છોકરી ચશ્મા પહેરે છે કે તરત જ તેને ખ્યાલ આવે છે કે હવે તે બધું સ્પષ્ટ જોઈ શકે છે. તે પછી તેણે બહુ જ સરસ રિએક્શન આપ્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તે પહેલા તો ચોંકી જાય છે અને આનંદથી નાચવા લાગે છે. તેના પિતા પણ તેનો ઉત્સાહ જોઈને ખૂબ ખુશ થાય છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આટલું જ નહીં વિડિયોમાં આગળ એ પણ જોઈ શકાય છે કે કેવી રીતે નાની છોકરી વારંવાર ચશ્મા પહેરે છે અને પછી તેને દૂર કરે છે જેથી કરીને તે તફાવત જોઈ શકે. આ બાળકીના ચહેરા પર તેની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ વીડિયોને શેર કરતાં ગુડ ન્યૂઝ મૂવમેન્ટે કેપ્શનમાં લખ્યું- ‘2 વર્ષની ઉંમરે તે ભાગ્યે જ કંઈ જોઈ શકતી હતી. આ પહેલીવાર છે જ્યારે તેણે તેના જીવનમાં વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ છે.’

આ ક્યૂટ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેના પર રિએક્શન પણ આપી રહ્યા છે. કોઈએ પહેલીવાર ચશ્મા પહેરવાનો અનુભવ શેર કર્યો, તો કોઈએ કમેન્ટ કરી કે ‘તેને આ જોઈને ખૂબ સારું લાગે છે’.

આ પણ વાંચો : Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર રાવે પત્રલેખાને ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ, બંનેનો આ રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Children’s Day Special Songs: ચિલ્ડ્રન્સ ડેએ બાળકોને આ ગીત સંભળાવીને કરો ઉત્સાહિત, બાળકોનું વધશે મનોબળ

Published On - 1:06 pm, Sun, 14 November 21

Next Article