વાયરલ વીડિયો : રસ્તા પર ટ્રાફિકની સમસ્યા થશે દૂર, હવે આકાશમાં ઉડશે કાર

|

Oct 13, 2022 | 8:05 PM

આ પહેલા હવામાં ઉડતી પહેલી બાઈકનું પરિક્ષણ અમેરિકામાં કરવામાં આવ્યુ છે. પણ હાલમાં જ એક ઉડતી કારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે.

વાયરલ વીડિયો : રસ્તા પર ટ્રાફિકની સમસ્યા થશે દૂર, હવે આકાશમાં ઉડશે કાર
Viral video flying taxi
Image Credit source: Twitter

Follow us on

Flying Car In Dubai: સમયની સાથે સાથે ટેકનોલોજીમાં ઘણા પરિવર્તન આવી રહ્યા છે. ટેકનોલોજીમાં એવા ફેરફાર થઈ રહ્યા છે જેને કારણે લોકોના જીવન વધુ સરળ અને સુવિધાથી યુક્ત થઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટેકનોલોજી એટલી હદ સુધી આગળ વધી છે કે હવે રસ્તા પર ચાલતી કાર અને બાઈક હવામાં પણ ઉડશે. આ પહેલા હવામાં ઉડતી પહેલી બાઈકનું પરિક્ષણ અમેરિકામાં કરવામાં આવ્યુ છે. પણ હાલમાં જ એક ઉડતી કારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે.

હકીકતમાં આ જે કારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે તે હવા ઉડનારી  ટેક્સી છે. ચીનની કંપની Xpeng દ્વારા આ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. આ કંપની એ આ ટેક્સીને X2 નામ આવ્યુ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક અનોખી કાર ડ્રોનના પાંખ જેવી પાંખોથી હવામાં ઉડી રહી છે. લોકો આવી કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે. આ ઓટોમોબાઈલ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ કારમાં 2 સીટ છે. તેમાં ઈન્ટેલિજેન્સ ફલાઈટ કંટ્રોલ સિસ્ટમ, ઓટોનોમસ ફલાઈટ કેપેબિલિટી અને જીરો કાર્બન એમિશન્સ જેવી સુવિધાઓ સામેલ છે. તેનાથી ટ્રાફિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. આ કાર 130 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપથી ઉડી શકે છે. જણાવી દઈએ કે આ ટેક્સીનું ટેસ્ટિંગ સફળ રહ્યુ છે. તો ભવિષ્યમાં આ કાર આકાશમાં ઉડતી જોવા મળશે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Lovin Dubai દ્વારા શેયર કરવામાં આવ્યુ છે. આ ટેસ્ટિંગ દુબઈમાં થયુ હતુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો  ખૂબ  વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આપણે દુનિયામાં થઈ રહેલા મોટા અને ક્રાંતિકારી બદલાવના સાક્ષી બની રહ્યા છે.

Next Article