Cockroach Farming Video : આ દેશમાં થાય છે ‘વંદાની ખેતી’ ! જુઓ વિચિત્ર પ્રકારની ખેતીની પ્રોસેસનો ચોંકાવનારો Video

|

Jul 17, 2023 | 1:31 PM

Cockroach Farming : આપણા દેશમાં ટામેટા સહિતના શાકભાજી અને અલગ અલગ ફળોની ખેતી થતી હોય છે. ઘણી જગ્યાએ મરઘીના ઈંડા, મધમાખીની પણ ખેતી થાય છે. પણ શું તમે ક્યારેક વંદાની ખેતી જોઈ છે. ચાલો જાણીએ વંદાની ખેતી વિશે.

Cockroach Farming Video : આ દેશમાં થાય છે વંદાની ખેતી ! જુઓ વિચિત્ર પ્રકારની ખેતીની પ્રોસેસનો ચોંકાવનારો Video
Cockroach Farming Viral video

Follow us on

Cockroach farming in china: દુનિયામાં કોઈ દેશમાં વિચિત્ર ઘટનાઓ વધારે બનતી હોય તો તે દેશમાં સૌથી ઉપર નામ ભારતના પડોશી દેશ ચીનની જ આવે. ચીનમાં જંગલીથી લઈને પાળતુ પ્રાણીઓને પણ ખાવા મળે છે. ચીનમાં લોકો સાપ, મકોડા જેવા જીવને નાસ્તાની જેમ ખાતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં વંદાની ખેતી (Cockroach farming) પણ થાય છે. જેનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે મરઘી, ઈંડા અને મધમાખીની ખેતી થાય છે. પણ ચીનના લોકો વંદાની પણ ખેતી કરે છે. વંદા જેવો જીવ જો સામે આવી જાય તો ઘણા લોકો ડરીને ભાગતા હોય છે. પણ ચીનમાં જાણી જોઈને હજારોની સંખ્યામાં વંદાની ખેતી થાય છે. ચીનમાં વંદાની ખેતીએ નફાનો ધંધો છે.

આજનું રાશિફળ તારીખ : 19-11-2024
શેરબજાર પર બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી ! 2025 માટે કહી મોટી વાત
શું છે LIC ની જીવન શિરોમણી પોલિસી, જેમાં તમને મળશે 1 કરોડ રૂપિયા
શ્રીવલ્લી નહીં, તો કોણ છે આ એક્ટ્રેસ, જેને અલ્લુ અર્જુને ગણાવી ફેવરિટ
શિયાળામાં લોહી અને કેલ્શિયમની સમસ્યા થશે દૂર, બે મહિના ખાઓ આ વસ્તુ, જુઓ Video
મરી, હળદર અને આદુથી બનેલુ જાદુઈ ડ્રિંક પીવાથી શરીરની આ મોટી સમસ્યા થશે દૂર

આ પણ વાંચો : Viral Video : ચપ્પૂ કરતા પણ ધારદાર છે આ માછલીના દાંત, મગરને વચ્ચેથી ફાડીને ખાદ્યો

જુઓ વાંદાની ખેતીનો વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Wimbledon 2023 Video : કાર્લોસ અલ્કારાઝ બન્યો વિમ્બલ્ડનનો નવો ચેમ્પિયન, 10 વર્ષ બાદ તૂટી નોવાક જોકોવિચની બાદશાહત

સોશિયલ મીડિયા પર @NaijaFlyingDr નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેયર કરવામાં આવ્યો હતો. જેને જોઈને તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વંદાની ખેતીની સંપૂર્ણ પ્રોસેસ જોવા મળી રહી છે. ભારતના લોકો આવો વીડિયો જોઈ જ ના શકે , પણ ચીનના લોકો માટે આ વાત સામાન્ય છે.

જે વંદાને આપણે સામાન્ય રીતે ઘરની બહાર કાઢતા હોઈએ છે અથવા તો મારી નાંખતા હોઈએ છે. તેને ચીનના લોકો પ્રોટીનો ઉત્તમ સ્ત્રોત માને છે.ચીનમાં નાસ્તાની જેમ વંદાને ખાવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે નાના બાળકોને પણ વંદા ખવડાવવામાં આવે છે અને તે આરામથી વંદા ખાતા હોય છે. આવનારા સમયમાં વિશ્વના અન્ય દેશોમાં પણ આ ચલણ વધે તો નવાઈ નહીં.

આ પણ વાંચો : Inter Miami અને Lionel Messi વચ્ચે થયો સત્તાવાર કરાર, શુક્રવાર સુધીમાં ટીમમાં જોડાશે, 2025 સુધી આ ક્લબ સાથે રમશે

 

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:30 pm, Mon, 17 July 23

Next Article