બળદથી બચવા ઝાડની પાછળ છુપાયો શખ્સ, પરંતુ બળદે કરી એવી ધોલાઈ કે વાયરલ થયો વીડિયો

|

Nov 01, 2022 | 9:20 PM

ભૂતકાળમાં બળદ દ્વારા માણસોની ધુલાઈના અનેક વીડિયો વાયરલ થયા છે. હાલમાં બળદનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે.

બળદથી બચવા ઝાડની પાછળ છુપાયો શખ્સ, પરંતુ બળદે કરી એવી ધોલાઈ કે વાયરલ થયો વીડિયો
Funny Viral Video
Image Credit source: Reddit

Follow us on

ગાય એ સૌથી શાંત પ્રાણીઓ એક માનવામાં આવે છે. પણ બળદ સૌથી ખતરનાક પ્રાણીમાંથી એક છે. આપણા ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના હુમલાને કારણે અનેક લોકો ઘાયલ થયા છે. બળદ સૌથી આક્રમક પ્રાણીમાંથી એક છે. તેને હેરાન કરનારા લોકોને તે પાઠ જરુરથી ભણાવે છે. ભૂતકાળમાં બળદ દ્વારા માણસોની ધુલાઈના અનેક વીડિયો વાયરલ થયા છે. હાલમાં બળદનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે.

આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ હસાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક ઝાડ નીચે તમે એક શખ્સ અને બળદને જોઈ શકો છો. કોઈ કારણથી બળદ તે શખ્સ પર ગુસ્સે થાય છે અને તેને મારવા માટે દોડે છે. તે શખ્સ બળદથી બચવા માટે ઝાડની આસપાસ ફરવા લાગે છે. એક સમયે બળદ પોતાના શિંગડાથી તે શખ્સને હવામાં ઉછાળતો દેખાય છે. પણ ઝાડને પકડી રાખવાને કારણે તે શખ્સ આ ભડકેલા બળદથી બચી જાય છે. મળતી માહિતી અનુસાર, આ શખ્સ બળદના શિંગડાને વારંવાર અડકી રહ્યો હતો, તેથી બળદ તે શખ્સને મારવા દોડ્યો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

બળદના હુમલાનો આ મઝેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, તેણે બળદથી બચવા માટે ઝાડ પર ચઢી જવુ જોઈએ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, માણસ જેમ પ્રાણીઓને હેરાન કરે છે તેમ પ્રાણીઓ પણ માણસોને હેરાન કરી રહ્યા છે.

Next Article