Viral Video: લગ્ન મંડપમાં દુલ્હને પોતાના વરરાજાને જોયો પણ નહીં, વરરાજાનું મોંઢુ જોઈ લોકોએ કરી આવી વાત

|

Sep 22, 2022 | 6:43 PM

હાલમાં એક લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આ લગ્નમાં દુલ્હન તેના ભાવિ પતિ સામે જોતી જ નથી. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે.

Viral Video: લગ્ન મંડપમાં દુલ્હને પોતાના વરરાજાને જોયો પણ નહીં, વરરાજાનું મોંઢુ જોઈ લોકોએ કરી આવી વાત
Viral Video
Image Credit source: Instagram

Follow us on

Funny Video: લગ્ન એ દરેકના જીવનમાં મહત્વનો પ્રસંગ હોય છે. દુલ્હન અને વરરાજાની સાથે સાથે તેમના પરિવારજનો પણ તેમના આ પ્રસંગને ધૂમધામથી ઉજવે છે. તેઓ દુલ્હન અને વરરાજા માટે આ લગ્ન યાદગાર બને તે માટેની પૂરેપૂરી તૈયારી કરે છે. તેની તૈયારી મહિના પહેલા શરુ કરી દેવામાં આવે છે. કેટલાક કપલના લગ્ન તેમની મરજીથી થાય છે તો કેટલાક કપલના લગ્ન તેમની ઈચ્છાઓ વિરુદ્ધ થતા હોય છે. હાલમાં એક લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આ લગ્નમાં દુલ્હન તેના ભાવિ પતિ સામે જોતી જ નથી. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક લગ્ન મંડપનો નજારો દેખાય રહ્યો છે. આ લગ્નના વીડિયોમાં વરરાજા અને દુલ્હનની સાથે સાથે તેમના પરિવારજનો પણ જોવા મળી રહ્યા છે. ત્યાં હાજર વરરાજા અને તેમના લગ્નમાં સામેલ પરિવારજનો ખુબ ખુશ દેખાય રહ્યા છે. તેવામાં દુલ્હનની એન્ટ્રી થાય છે. દુલ્હન ખુબ સુંદર છે પણ તેની એક હરકત જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. તે પોતાના ભાવિ પતિ સામે જોતી જ નથી. તે સ્ટેજ પર ચઢે છે ત્યારે વરરાજ તેની તરફ હાથ લંબાવે છે પણ તે દુલ્હન તેનો હાથ પણ પકડવા તૈયાર નથી. હકીકતમાં તે વરરાજા દુલ્હનની સરખામણીમાં શ્યામ છે અને દુલ્હનના વર્તનને જોઈને એવું લાગી રહ્યુ છે કે તેની ઈચ્છા વિરૂદ્ઘ આ લગ્ન થઈ રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોમ ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો સોશિયલ મીડિયા યુઝર્સે જોયો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સરકારી નોકરીના ચક્કરમાં મા-બાપે દુલ્હનનું ભવિષ્ય બગાડી દીધુ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, મને લાગે છે કે તેના લગ્ન તેની મરજી વિરૂદ્ઘ થઈ રહી છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, સરકારી નોકરીની તાકાત જુઓ, ઔકાત બહારની પત્ની મળી છે આને.

Next Article