ડાન્સ કરી રહેલા દુલ્હા-દુલ્હન પર પડયુ વજનદાર સાઉન્ડ બોક્સ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

|

Nov 03, 2022 | 5:12 PM

viral video : હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહનો એક વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં દુલ્હા-દુલ્હન એક દુર્ઘટનાનો શિકાર બનતા બનતા બચી જાય છે.

ડાન્સ કરી રહેલા દુલ્હા-દુલ્હન પર પડયુ વજનદાર સાઉન્ડ બોક્સ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો
Shocking Viral Video
Image Credit source: Instagram

Follow us on

કોઈ પણ લગ્નમાં ભારતના લોકો ખુશી ખુશીથી જોડાતા હોય છે. કેટલીકવાર તો આમંત્રણ ન હોય તેમ છતા લોકો બીજાના લગ્નમાં સામેલ થતા હોય છે. લગ્ન સમારોહમાં લોકો ડીજે, ડાન્સ અને ભોજનનો આનંદ લે છે. આજકાલ સોશિયલ મીડિયા પર લગ્ન અને દુલ્હા-દુલ્હનના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં દુલ્હા-દુલ્હન એક દુર્ઘટનાનો શિકાર બનતા બનતા બચી જાય છે.

આ વાયરલ થઈ રહેલો વીડિયામાં એક લગ્નનો નજારો જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા-દુલ્હન ડાન્સ કરી રહ્યા છે. ડીજે પર જોરદાર મ્યૂઝિક વાગી રહ્યુ છે. દુલ્હો પોતાની દુલ્હનનો હાથ પકડીને ડીજેની ધુન પર ડાન્સ કરી રહ્યા છે. ત્યા જ અચાનક મોટુ વજનદાર સાઉન્ડ બોક્સ દુલ્હાની પીઠ પર પડે છે. દુલ્હો તેના કારણે દૂર જતો રહે છે. તેને કારણે ત્યા હાજર સૌ કોઈ દંગ રહી જાય છે. રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર gyanendra_703 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ સ્પીકર પહેલાથી થોડુ ઝૂકેલુ હતુ. આ કોઈએ જાણી જોઈને કર્યુ હશે. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મને લાગે છે કે દુલ્હાની સાળીઓએ આ ભેટ તેમના જીજાને આપી છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ ઘટના સાથે બેકગ્રાઉન્ડમાં વાગી રહેલુ ગીત એકદમ પરફેક્ટ છે.

 

 

Next Article