ટૂથપેસ્ટવાળા બિસ્કિટ! આ વ્યક્તિએ પોતાના મિત્રને ખવડાવી દીધા ટૂથપેસ્ટવાળા બિસ્કિટ, પછી શું થયુ એ જુઓ આ Viral Videoમાં
Viral Video: આજકાલ સોશ્યિલ મીડિયા પર તમને એવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં ફૂડ સાથે નવા નવા પ્રયોગો કરવામાં આવે છે. જેમ કે કોકોકોલા મેગ્ગી, વિમલ મેગ્ગી વગેરે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તમને ટૂથપેસ્ટવાળા બિસ્કિટ જોવા મળશે.

સોશ્યિલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે, જેને જોઈને તમને એક સમયે ચિચરી ચઢશે પણ થોડા સમય પછી તમે હસી પડશો. આજકાલ સોશ્યિલ મીડિયા પર તમને એવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં ફૂડ સાથે નવા નવા પ્રયોગો કરવામાં આવે છે. જેમ કે કોકોકોલા મેગ્ગી, વિમલ મેગ્ગી વગેરે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તમને ટૂથપેસ્ટવાળા બિસ્કિટ જોવા મળશે. આપણે આપણા મિત્રો સાથે મજાક મસ્તી કરતા જ હોઈએ છે પણ કેટલીકવાર એવી મજાક મસ્તી થઈ જાય છે કે જે જીવનભર યાદ રહી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો ફની (Funny Video) છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ મસ્તી મસ્તીમાં તેના મિત્રને ક્રિમની જગ્યાએ ટૂથપેસ્ટ વાળું બિસ્કિટ (Toothpaste Biscuit) ખવડાવે છે, તેના પછી તેના મિત્રએ શું કર્યુ એ જોવા જેવુ છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ બિસ્કિટ પર ટૂથપેસ્ટ લગાવે છે અને તેને બીજા બિસ્કિટ પર ચોંટાડે છે. પછી તે બીજા બિસ્કિટ ખાતી વખતે મસ્તી કરતા તેના મિત્ર પાસે જાય છે અને તેને પણ બિસ્કિટ આપે છે. તેનો મિત્ર તે જ ટૂથપેસ્ટવાળુ બિસ્કિટ ઉપાડે છે અને તેને ખાવાનું શરૂ કરે છે. પછી શું, જેવી રીતે તેણે બિસ્કિટ ખાવાનું શરૂ કર્યું, તેને તેનો સ્વાદ ખૂબ જ વિચિત્ર લાગ્યો અને તેણે તે બિસ્કિટ ત્યાં જ થૂંક્યું, પરંતુ તે જ સમયે તેને સમજાયુ કે તેના મિત્રએ આ મજાક કરી છે અને તે તેને મારવા દોડે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર r_bam_tv7 નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને અલગ-અલગ પ્રકારના રિએક્શન પણ આપી રહ્યા છે.