Viral Video : સ્ટન્ટનાં ચક્કરમાં આ બાઈક સવાર અથડાયો કાર સાથે ! પછી જે થયુ તે જોઈને તમારા ધબકારા વધી જશે

|

Nov 22, 2021 | 5:02 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક આશ્વર્જનક સ્ટંટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવક બાઈક પર જે રીતે સ્ટંટ કરી રહ્યો છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral Video : સ્ટન્ટનાં ચક્કરમાં આ બાઈક સવાર અથડાયો કાર સાથે ! પછી જે થયુ તે જોઈને તમારા ધબકારા વધી જશે
Bike Stunt

Follow us on

Viral Video : દેશમાં દરરોજ હજારો માર્ગ અકસ્માતો થાય છે. જેમાં ઘણા લોકો ભયાનક અકસ્માતોનો ભોગ બને છે, તો કેટલાક લોકો નસીબદાર હોય છે કે તેઓ બચી જાય છે. ત્યારે કેટલાક લોકો આ ગંભીરતાને દધ્યાનમાં ન લઈને ટ્રાફિક નિયમોની અવગણના કરતા જોવા મળે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડોની વચ્ચે આ બાઇક સવાર સ્ટંટના ચક્કરમાં કાર સાથે અથડાય છે. આ દિલધડક વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક તેજ ગતિએ જઈ રહ્યો છે. એટલુ જ નહિ, પરંતુ આ યુવક વળાંકમાં પણ સ્પીડમાં બાઈક ચલાવતો જોવા મળે છે. વળાંક પર તેની સાથે શું થવાનું છે તેની તેને કોઈ કલ્પના પણ નહી હોય. જેવો બાઇકર હાઇ સ્પીડમાં આંધળા વળાંક પર પહોંચે છે કે તરત જ સામેથી એક કાર પસાર થાય છે. આ વીડિયો જોઈને તમારા ધબકારા પણ વધી જશે.યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ ખતરનાક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી rapiddenny નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

યુઝર્સ બાઈકર્સને સલાહ આપી રહ્યા છે

એક યુઝરે બાઈકરને સલાહ આપતા કમેન્ટ કરી છે કે, ‘ભાઈ, તમે ખોટી જગ્યાએ હિરોપન્તી કરવાનો પ્રયાસ કર્યો છે, આવા સ્ટંટ માટે એક રેસિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે.’જ્યારે અન્ય એક યુઝર લખ્યુ કે, બાઇકર નસીબદાર હતો કે તેણે છેલ્લી ક્ષણે પોતાની જાતને સંભાળી લીધી, નહીં તો જીવ ગુમાવવાનો વારો આવત.આ સિવાય અન્ય યુઝર્સ પણ બાઈકર્સને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : લો બોલો ! શ્રીલંકન સોંગના રંગમાં રંગાયા સાધુ, ‘માનિકે માગે હિતે’ સોંગ પર સાધુએ કર્યો જબરદસ્ત ડાન્સ

આ પણ વાંચો: ગજબ ! આ યુવકે બ્લેક કોબ્રાને ગ્લાસમાં પીવડાવ્યુ પાણી, આશ્વર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Next Article