વાયરલ વીડિયો : કાર સાથે અથડાઈ સ્પીડમાં આવતી બાઈક, ઉછળીને દૂર સુધી પડ્યો બાઈક રાઈડર

|

Nov 06, 2022 | 11:49 PM

હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ખરેખર રુંવાટા ઊભા કરનારો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 

વાયરલ વીડિયો : કાર સાથે અથડાઈ સ્પીડમાં આવતી બાઈક, ઉછળીને દૂર સુધી પડ્યો બાઈક રાઈડર
Shocking Viral Video
Image Credit source: Twitter

Follow us on

ટ્રાફિક પોલીસથી લઈને ઘરના વડીલો સુધી તમામ લોકો યુવા પેઢીને સલાહ આપે છે કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરો. પોતાનું વાહન સાચવીને ચલાવવુ જોઈએ કારણે કે સ્પીડમાં ચાલતા વાહનથી અનેક લોકો પર જીવનું જોખમ હોય છે. તેના કારણે દુનિયામાં અનેક અકસ્માત પણ થાય છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રસ્તા પરના અકસ્માતમાં 1 લાખ 55 હજાર વધારે લોકો એ જીવ ગુમાવ્યો હતો. તેમાથી 70 હજાર મોત બાઈક અકસ્માતમાં થયા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ખરેખર રુંવાટા ઊભા કરનારો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક ચોંકાવનારી ઘટના બને છે. એક બાઈક રાઈડર ફુલ સ્પીડમાં બાઈક પર આવી રહ્યો હતો. એક કાર પણ આ રસ્તા પરથી પસાર થતી હતી. તે બાઈક રાઈડર પોતાની બાઈક પરથી નિયંત્રણ ગુમાવે છે અને આ કાર સાથે અથડાઈ છે. આ અકસ્માત એટલી ભયાનક હતી કે બાઈકના ચિંથરા ઉડી જાય છે. બાઈકનો કેટલોક ભાગ અને બાઈક રાઈડર આકાશમાં ઉછળે છે અને દૂર જઈને પડે છે. આ ચોંકાવનારો વીડિયો એક કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો કઈ જગ્યાનો છે અને આ અક્સ્માતમાં જાનહાનિ થઈ કે નહીં તેની જાણકારી મળી નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, મને લાગે છે કે બાઈક રાઈડરનો જીવ જતો રહ્યો હશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ઝડપની મજા, મોતની સજા બની શકે છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ધીરી બાઈક ચલાવવાથી પણ તમે તમારા ઓફિસ, ઘર કે અન્ય સ્થળે પહોંચી શકો છો. વાહન સાચવીને ચલાવો, ઘરે તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે.

Next Article