Viral Video: સ્માર્ટફોન જોઈ ગાંડો થયો બેબી મંકી, લોકોએ કહ્યું – આજની જનરેશનની પણ આજ હાલત છે

|

Aug 10, 2022 | 11:52 PM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન જોઈને એક વાંદરાનું બાળક માનવ બાળકોની જેમ પાગલ થઈ ગયું છે. જે વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે, તે વાંદરાના બાળકનો ફોટો લેવા માંગે છે.

Viral Video: સ્માર્ટફોન જોઈ ગાંડો થયો બેબી મંકી, લોકોએ કહ્યું - આજની જનરેશનની પણ આજ હાલત છે
Viral Video

Follow us on

આજના સમયમાં સ્માર્ટફોનનો ક્રેઝ દરેક ઉંમરના લોકોમાં વધી રહ્યો છે. ખાસ કરીને જો બાળકોને ફોન ના મળે તો તેઓ આખા ઘરમાં ધમાલ કરે છે. પરંતુ જો તમને લાગતું હોય કે માત્ર માણસો જ આવુ કરે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. માત્ર માણસો જ નહીં, પરંતુ પ્રાણીઓ પણ આવું કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં (Viral Video) આવુ જ કંઈક જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ખૂબ જ ફની વીડિયો પણ શેયર કરવામાં આવે છે. આ વીડિયો ખૂબ રમૂજી હોય છે, હાલમાં વાયરલ થયેલો વીડિયો એક વાંદરા (Monkey) અને તેના બચ્ચાનો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન જોઈને એક વાંદરાનું બાળક માનવ બાળકોની જેમ પાગલ થઈ ગયું છે. જે વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે, તે વાંદરાના બાળકનો ફોટો લેવા માંગે છે. જ્યારે વાંદરાનો બાળક ફોનને છીનવી લેવા માંગે છે. તેને જોઈને લાગે છે કે તે હવે ફોનથી દૂર રહી શકશે નહીં. તેની માતા તેને ફોનથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સુશાંત નંદા નામના વ્યક્તિએ ટ્વિટર પર શેયર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘ખરેખર આજની જનરેશનની આ હાલત છે.’ સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. યૂઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો પર લોકો પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ વીડિયો ખરેખર રમૂજી છે અને આપણા આજના જમાના બાળકોની આદતો યાદ કરાવે છે.

Next Article