Viral Video: પૂંછડી પકડતા જ કોબ્રાએ દેખાડ્યુ ભયાનક સ્વરૂપ, ડઘાઈ ગયો શખ્સ, જુઓ VIDEO

|

Jan 11, 2023 | 5:34 PM

King Cobra Viral Video: કિંગ કોબ્રાનો વાયરલ થયેલો આ વીડિયો છે તો માત્ર થોડી સેકન્ડનો જ પરંતુ તે જોનારા કોઈપણના રુંવાડા ખડા થઈ જાય એવો છે. નાજુક હ્રદયવાળાએ તો તેને ના જુએ એ જ સારુ રહેશે

Viral Video: પૂંછડી પકડતા જ કોબ્રાએ દેખાડ્યુ ભયાનક સ્વરૂપ, ડઘાઈ ગયો શખ્સ, જુઓ VIDEO
કિંગ કોબ્રાનો ભયાનક અવતાર

Follow us on

King Cobra Rescue Video: કોબ્રાને આમ તો સાપનો રાજા કહેવામાં આવે છે. એવુ કહેવાય છે કે સાપ એકવારમાં જેટલુ ઝેર ઓકે છે તે 20 લોકોની જીંદગી લઈ શકવાની તાકાત ધરાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોબ્રાની પૂંછડી પકડનારો આ શખ્સો એટલો ગભરાઈ જાય છે કે તેના હાથમાંથી સાપ પકડવાની સ્ટિક પણ દૂર ફેંકાઈ જાય છે.

વાયરલ થઈ રહેલી આ ક્લિપ છે તો માત્ર થોડી સેકન્ડની જ પરંતુ તે જોઈને એકવાર તો ધબકારો ચુકી જવાય છે. નાજુક હ્રદયના લોકોએ તો તેને ના જ જોવો જોઈએ. જ્યારે એક ઘરમાં કિંગ કોબ્રા ઘુસી જાય છે તો લોકો સાપ પકડનારાને બોલાવે છે. પરંતુ જેવો સ્નેક કેચર કોબ્રાની પૂંછડી પકડી તેને બહાર લાવવાની કોશિષ કરે છે કે તુરંત જ સાપ એવુ રૌદ્ર સ્વરૂપ બતાવે છે કે વાત ન પૂછો. આ દૃશ્ય ઘણુ આંચકાજનક છે. વિચારો કે જ્યારે વીડિયો જોઈને પણ લોકો ગભરાઈ રહ્યા છે તો એ માણસનું શું થયુ હશે કે કિંગ કોબ્રા એ સમયે એની સામે હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો કોબ્રા પલટીને ફેણ ફેલાવીને ડરાવે છે, સ્નેકકેચર તો બિચારો ડઘાઈ જ જાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

અહીં જુઓ જ્યારે કિંગ કોબ્રાએ બતાવ્યુ ભયાનક સ્વરૂપ


રૂંવાડા ખડા કરી દેનારો આ વીડિયો ટ્વીટર પર @TheFigen_ નામના હેંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે મજા લેતા કેપ્શન આપ્યુ છે કે જાણે કોબ્રા કહી રહ્યો છે કે મારી પૂંછને હાથ લગાવવાની  હિંમત પણ ન કરતા. બે દિવસ પહેલા શેર થયેલો આ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યો છે. થોડી સેકન્ડની આ ક્લિપને 21લાખથી વધુ વખત જોવાઈ ચુક્યો છે. જ્યારે 36 હજારથી વધુ યુઝર્સ તેને લાઈક કરી ચુક્યા છે. તો વીડિયો પર લોકોએ અવનવી કમેન્ટ શેર કર્યા છે.

એક યુઝરે લખ્યુ છે કે ઓ ભાઈસાબ ! આ જોઈને જ હું તો ત્યાંથી રફુચક્કર થઈ જતો. તો બીજા યુઝરે એક શ્વાનનો વીડિયો શેર કરી જણાવ્યુ છે કે તેનુ રિએક્શન કેવુ રહેતુ જ્યારે કોઈ કોબ્રા તેની સામે હોત. અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ છે કે મારો તો જીવ નીકળી ગયો આ જોઈને. કુલ મળીને આ વીડિયોને જોઈને અનેક લોકો ચોંકી ગયા સાથોસાથ અચંબિત પણ થયા છે કે કોબ્રા આવુ પણ કરી શકે છે.

 

Next Article