સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની દળદાર ચાર્જશીટ ફાઇલ કરી, 100 થી વધુ સાક્ષીઓ, મહત્વના પુરાવાઓનો સમાવેશ

Sweety Patel Murder Case: બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણની કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જેમાં 1290 પેજ 100થી વધુ સાક્ષીઓના નિવેદનો, તેમજ અન્ય મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની દળદાર ચાર્જશીટ ફાઇલ કરી, 100 થી વધુ સાક્ષીઓ, મહત્વના પુરાવાઓનો સમાવેશ
Key points in 1290 page chargesheet filed by Crime Branch in Sweety Patel murder case
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Oct 19, 2021 | 6:32 AM

Sweety Patel Murder Case: અજય દેસાઈ (Ajay Desao) વડોદરા (Vadodara) ગ્રામ્ય SOG માં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે સમયે જ પોતાની પત્ની સ્વીટી પટેલની નિર્દયતાપૂર્વક હત્યા કરી તેની લાશને સળગાવી દેવાના બહુચર્ચિત કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી. કેસની તપાસ કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોમવારે કરજણ કોર્ટમાં અજય દેસાઈ અને તેના અમાનુષી કૃત્યોમાં મદદગાર કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ 1290 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

કરજણ કોર્ટના સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ સોમવારે સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણની કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલ 1290 પેજની દળદાર ચાર્જશીટમાં સ્વીટી પટેલના ભાઈથી લઈને આ કેસની તપાસ કરનાર વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓ, સ્વીટી પટેલ જ્યાં રહેતી હતી તે કરજણના નિવાસના પાડોશીઓ, લાશનો જ્યાં નિકાલ કરવામાં આવ્યો હતો તે દહેજના કલાલી ગામ નજીક કેટલીક વ્યક્તિઓ સહિત 100 જેટલા સાક્ષીઓના નિવેદનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ સાક્ષીઓના 164 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે તેનો પણ ઉલ્લેખ છે.

વડોદરા જિલ્લા પોલીસમાં એસઓજીના પીઆઇ તરીકે ફરજ બજાવતા અજય દેખાઈએ પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. બાદમાં લાશનો ફિલ્મી ઢબે દહેજના કલાલી ગામમાં નિકાલ કર્યો હતો. ત્યાર બાદ સ્વીટી પટેલ ઘરેથી ગુમ થઇ ગઇ હોવાનું નાટક રચ્યું હતું. વડોદરા પોલીસને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરી રખડાવનાર અજય દેસાઈએ જ તેની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવા ના પાક્કા પુરાવા શોધવા તરફ વડોદરા ગ્રામ્ય પોલીસ આગળ વધી રહી હતી ત્યારે જ તત્કાલીન ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરામાં જ આવી જાહેરાત કરી હતી સ્વીટી પટેલ હત્યા કેસની તપાસ હવે વડોદરા ગ્રામ્ય પોલીસ નહીં પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આ તપાસ સાંભળતા જ અજય દેસાઈને તેના કરતૂતોની કબુલાત કરાવી લઈ 24 મી જુલાઇના રોજ સ્વીટી પટેલના ભાઈને ફરિયાદી બનાવીને કરજણ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 90 દિવસ પૂર્ણ થાય તે પૂર્વે જ અજય દેસાઈ અને કિરીટ સિંહ જાડેજા વિરુદ્ધ કરજણ કોર્ટમાં ફાઇલ કરેલ ચાર્જશીટમાં અનેક દસ્તાવેજી તથા ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા છે. સ્વીટી પટેલ ,અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાના કબ્જે લેવાયેલ 5 ના મોબાઈલનો રેકોર્ડ ,અજય દેસાઈ અને કિરીટ જાડેજા વચ્ચેના સંબંધો, સંપર્કો તેઓની લોકેશન હિસ્ટ્રી, સ્વીટી પટેલ અને અજય દેસાઈ વચ્ચેના whatsapp ચેટ સહિતના ઝીણામાં ઝીણી વિગતો સામેલ કરી છે. સ્વીટી પટેલની લાશને સળગાવવા માટે જ્યાંથી ઘી અને જ્વલનશીલ પદાર્થ લાવવામાં આવ્યો હતો તે સ્થળની વિગતો, તેને લાવનારના નિવેદન, સીસીટીવી ફૂટેજ, ઘટના સ્થળના રિકન્સ્ટ્રક્શનનો રીપોર્ટ અને FSL ના રિપોર્ટ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.

સ્વીટી પટેલ કરજણમાં જ્યાં રહેતી હતી ત્યાં પડોશીઓના નિવેદનો અને જે સ્થળે લાશ સળગાવવામાં આવી હતી ત્યાં ધુમાડો જોનાર વ્યક્તિના નિવેદનોનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગાંધીનગર એફએસએલ ખાતે અજય દેસાઈના એસ.ડી.એસ ટેસ્ટ તથા પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તેના રિપોર્ટને સામેલ કરવામાં આવ્યો છે પરંતુ સ્વીટી પટેલની લાશના બળી ગયેલા અવશેષો અંગે જે DNA રિપોર્ટ મળવો જોઈએ તે મળી શક્યો નથી, સ્વીટી પટેલના જ હાડકા છે કે કેમ તેનો ફોરેન્સિક રિપોર્ટ મેળવવા માટે અમેરિકાની જગવિખ્યાત સુરક્ષા એજન્સી એફબીઆઈની મદદ લેવામાં આવશે.

અજય દેસાઈએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશનો નિકાલ દહેજના કલાલી ગામે કિરીટ સિંહ જાડેજાની ભાગીદારી વાળી નિર્માણાધીન હોટલના પાછળના ભાગમાં આગ લગાવી કર્યો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસ તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલાલી ગામના આ સ્થળે અનેકવાર સર્ચ ઓપરેશન તથા ખોદકામ કરીને સ્વીટી પટેલના બળી ગયેલા અવશેષો શોધી કાઢ્યા હતા. જેમાં સ્વીટી પટેલના શરીરના અલગ અલગ હાડકા તથા પાંચ દાંત નો સમાવેશ થાય છે. તમામ વસ્તુઓ ડીએનએ રિપોર્ટ મેળવવા માટે ગાંધીનગર એફએસએલની મદદ લેવામાં આવી હતી. પરંતુ જ્વલનશીલ પદાર્થ નાખીને લાશ સળગાવવામાં આવી હોવાને કારણે હાડકા તથા દાંત સ્વીટી પટેલના જ છે કે કેમ તે પુરવાર કરી શકાયું નથી. અમેરિકાથી એક ખાસ કીટ મંગાવીને પણ સ્વીટી પટેલના હાડકા તથા દાંતનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પણ કોઈ ફળદાયી પરિણામ નહીં મળતા હવે અમેરિકાની સુરક્ષા એજન્સી એફબીઆઈની ફોરેન્સિક લેબમાં આ હાડકા તથા દાંતને મોકલવામાં આવશે અને ત્યાંથી DNA રિપોર્ટ મેળવવામાં આવશે. કરજણ કોર્ટમાં ફાઇલ કરેલી ચાર્જશીટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VADODARA : ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો, આરોપી ઉમર ગૌતમે કર્યો મોટો ઘટસ્ફોટ

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPમાં મતભેદ, શું ગોપાલ ઇટાલિયાનું કદ વેતરાઈ જશે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">