Viral Video : બાળકીએ સ્કૂલ યુનિફોર્મમાં નેપાળી ગીત કર્યો ક્યૂટ ડાન્સ, સોશિયલ મીડિયા યુઝર્સ થયા મંત્રમુગ્ધ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નેપાળી ગીત પર બાળકી પોતાની મસ્તીમાં ખૂબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. આ બાળકી ડાન્સ કરતી વખતે ખૂબ જ ક્યૂટ એક્સપ્રેશન આપતી જોવા મળે છે.

શાળાનું જીવન ક્યારે પણ કોઈનું પાછુ આવતુ નથી. દરેક વ્યક્તિને તેનું બાળપણનું જીવન પણ ખૂબ પસંદ હોય છે. જેમાં ખાસ કરીને શાળામાં વિતાવેલી દરેક ક્ષણો આખા જીવન સૌથી સારી યાદ બની રહે છે. કેટલાક બાળકો સ્વભાવે રમતિયાળ હોય છે. મોટાભાગના બાળકોના રમતા જોવા મળે છે. આવી જ એક છોકરીના ક્યૂટ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર મળ્યા લાખો વ્યુઝ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નેપાળી ગીત પર બાળકી પોતાની મસ્તીમાં ખૂબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. આ બાળકી ડાન્સ કરતી વખતે ખૂબ જ ક્યૂટ એક્સપ્રેશન આપતી જોવા મળે છે. આ નાની બાળકીનો ક્યૂટ વીડિયો યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ, ટ્વીટર પર લાખોમાં વ્યુઝ અને કોમેન્ટ લોકોએ કરી છે.
સ્કૂલ યુનિફોર્મ પહેરી બાળકીઓ ડાન્સ કરતી જોવા મળી
આ વીડિયોમાં ઘણી નાની છોકરીઓ સ્કૂલ યુનિફોર્મ પહેરીને રમતના મેદાન પર ડાન્સ કરતી જોઈ શકાય છે. પરંતુ આમાંથી એક છોકરીએ લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. વાળમાં પીળા હેર બેન્ડ સાથે આગળ ડાન્સ કરતી છોકરી તેના બાકીના મિત્રો કરતા અલગ અને સુંદર છે. તેની સ્ટાઈલ અને મસ્તીથી ભરપૂર સ્ટાઈલ તેના ડાન્સમાં ઉમેરો કરી રહી છે.
