Viral Video: ટોયલેટમાંથી નીકળ્યો ખતરનાક ઝેરી સાપ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

|

Aug 09, 2022 | 11:12 PM

તમે વિચાર કરો કે, સવારે તમે ઊંઘમાં હોવ અને તમને અચાનક ઘરમાં સાપ દેખાય જાય તો ? હાલમાં આવી જ એક ઘટના બની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

Viral Video: ટોયલેટમાંથી નીકળ્યો ખતરનાક ઝેરી સાપ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો
Viral video
Image Credit source: Instagram

Follow us on

સાપ (Snake) એટલુ ખતરનાક પ્રાણી છે કે જો તે તમને સપનામાં દેખાય તો પણ તમારો પરસેવો છૂટી જાય અને ઊંઘ પણ ઉડી જાય. આ દુનિયામાં હજારોની સંખ્યામાં સાપની પ્રજાતિઓ છે. આ પ્રજાતિના તમામ સાપ ઝેરી નથી હોતા. કેટલાક સાપના દંખથી કોઈ અસર નથી થતી, ત્યારે કેટલાક સાપ એટલા ઝેરીલા હોય છે કે તેના દંખ માત્રથી જીવ લેવાઈ જાય છે. આ સાપ જો જંગલમાં હોય તો જ સારા લાગે પણ કેટલાક સાપ માનવવસ્તીમાં ખોરાકની શોધમાં આવી જતા હોય છે. જેના કારણે જાનમાલને પણ ઘણુ નુકશાન થાય છે. તમે વિચાર કરો કે સવારે તમે ઊંઘમાં હોવ અને તમને અચાનક ઘરમાં સાપ દેખાય જાય તો? હાલમાં આવી જ એક ઘટના બની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક ઝેરી સાપ એવી જગ્યાએ જોવા મળી રહ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ સાપ એક ઘરના ટોયલેટમાંથી નીકળે છે. તે ખુબ ડરામણો અને ઝેરી છે. તેની લંબાઈ પણ વધારે છે. એક એક્સપર્ટ દ્વારા આ સાપને નીકળવામાં આવે છે. એ જાણવા નથી મળ્યુ કે આ સાપને કારણને કોઈને જાનહાનિ થઈ છે કે નહીં. આ સાપને પકડયા બાદ તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હમણાં સુધી 25 લાખથી વધુ લોકોએ જોયો છે. લોકો સુરક્ષાના ભાગરુપે આ વીડિયો એકબીજાને શેયર પણ કરી રહ્યા છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે હવે તો ટોઈલેટ પણ સુરક્ષિત નથી. આ વીડિયો જોયા પછી કેટલાક લોકો ટોયલેટ જતા પહેલા એ જરુર ચેક કરશે કે ત્યા કદાચ કોઈ સાપ તો નથી ને. આ વીડિયોને કારણે ખરેખર લોકો ચોંકી ગયા છે.

Next Article