Viral Video : પંજાબી ગીત પર રશિયન લોકોએ કર્યો એવો ડાન્સ કે લોકો જોતા રહી ગયા

|

Jul 07, 2021 | 3:36 PM

ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં લોકોને મજા કરાવી દે છે. અને પંજાબી ગીતોની તો વાત જ નિરાળી છે. વિદેશોના ડિસ્કો અને પબમાં પણ પંજાબી ગીતો વાગવા સામાન્ય વાત છે.

Viral Video : પંજાબી ગીત પર રશિયન લોકોએ કર્યો એવો ડાન્સ કે લોકો જોતા રહી ગયા
રશિયન લોકોએ કર્યો ભાંગડા

Follow us on

સોશિયલ મીડિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતા હોય છે. લોકો પોતાના ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઇને લોકોને મજા આવી જાય છે, તો કેટલાક વીડિયો લોકોને ચોંકાવનારા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયો જોઇને દરેક ભારતીયોના દિલ ગદગદ થઇ રહ્યા છે કારણ કે વીડિયોમાં કેટલાક રશિયન લોકો ભારતીય ગીતો પર ભાંગડા ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે.

ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં લોકોને મજા કરાવી દે છે અને પંજાબી ગીતોની તો વાત જ નિરાળી છે. વિદેશોના ડિસ્કો અને પબમાં પણ પંજાબી ગીતો વાગવા સામાન્ય વાત છે તેવામાં આ વાયરલ વીડિયોમાં રશિયન લોકો પણ પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે બેકગ્રાઉંડમાં ગીત વાગે છે ‘મુંડિયાનું બચકે રહી’ અને કેટલાક રશિયન લોકો તેના પર ભાંગડા કરી રહ્યા છે. તેમના એક્સપ્રેશન પણ તમને ખુશ કરી નાખે તેવા છે.

વીડિયો જોઇને તમને પણ મજા પડી ગઇ હશે. તમને પણ નાચવાનું મન થઇ ગયુ હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મજેદાર વીડિયો શેયર કરતા રહે છે.

આ પણ વાંચો – Happy Birthday MS Dhoni: ધોનીના નામ ખૂબસૂરત યુવતીઓ સાથે જોડાયેલા રહ્યા, આ અભિનેત્રીએ કર્યો હતો ખુલાસો

આ પણ વાંચો – Rajkot : પોતાને કલ્કી અવતાર કહેનારા રમેશ ફેફરના ઘરે પહોંચ્યું વિજ્ઞાન જાથા, અંધશ્રદ્ધા ફેલાવવા કરે છે આ વાત

Next Article