Viral Video : મિત્રો સાથે સંતાકૂકડીની રમત રમતાં બની વિચિત્ર ઘટના, બાળકે છુપાવવાની એવી જગ્યા શોધી કે પહોંચી ગયો ‘વિદેશ’

|

Feb 01, 2023 | 1:14 PM

Viral Video : દરેક વ્યક્તિએ બાળપણમાં સંતાકૂકડીની રમત રમી હશે, આ રમતમાં દરેક બાળક એવી જગ્યાએ સંતાવાનો પ્રયત્ન કરે છે જ્યાં તેના મિત્રો તેને શોધી ના શકે. સંતાકૂકડીની આવી જ એક રમત બાંગ્લાદેશમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. જ્યાં એક બાળકે એવી જગ્યાએ છુપાઈ ગયો કે બીજા દેશમાં પહોંચી ગયો.

Viral Video : મિત્રો સાથે સંતાકૂકડીની રમત રમતાં બની વિચિત્ર ઘટના, બાળકે છુપાવવાની એવી જગ્યા શોધી કે પહોંચી ગયો વિદેશ
Trending Video

Follow us on

દરેક વ્યક્તિએ બાળપણમાં સંતાકૂકડીની રમત રમી હશે, આ રમતમાં દરેક બાળક એવી જગ્યાએ સંતાવાનો પ્રયત્ન કરે છે જ્યાં તેના મિત્રો તેને શોધી શકતા નથી. સંતાકૂકડીની આવી જ એક રમત બાંગ્લાદેશમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. જ્યાં એક બાળકે છુપાઈ જવાની જગ્યા પસંદ કરી જેના લીધે તે બીજા દેશમાં પહોંચી ગયો. હા, બાંગ્લાદેશમાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં એક માસૂમ છોકરો સંતાકૂકડી રમતા-રમતા મલેશિયા પહોંચી ગયો.

આ પણ વાંચો : Shocking Viral Video : સાપે જોરદાર મારી છલાંગ, જોઈને લોકોએ કહ્યું- ઈચ્છાધારી નાગિન લાગી રહી છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ જગ્યાએ સંતાયો હતો બાળક

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર 17 જાન્યુઆરીએ મલેશિયાના એક બંદરે બાંગ્લાદેશથી આવતા માલ-સામાનથી ભરેલા કન્ટેનરમાંથી એક છોકરાને ખૂબ જ ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો. કન્ટેનરમાં બાળક મળી આવતા અધિકારીઓએ તેને માનવ તસ્કરીનો મામલો માનીને પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બાળક બાંગ્લાદેશના ચિટાગોંગમાં તેના મિત્રો સાથે સંતાકૂકડી રમતી વખતે એક કન્ટેનરમાં સંતાઈ ગયો હતો.

જુઓ વાયરલ વીડિયો…

અધિકારીઓના જણાવ્યા અનુસાર, છોકરાની ઓળખ ફહીમ તરીકે થઈ છે, જેણે કહ્યું હતું કે તે સંતાકૂકડી રમતા-રમતા કન્ટેનરમાં સૂઈ ગયો હતો. જો કે તેણે ઉભા થઈને બહાર જવાનો પ્રયાસ કર્યો તો કન્ટેનર લોક હતું. બાળકે જણાવ્યું કે, તેણે ચીસો પાડી અને રડ્યો પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં. આ કન્ટેનરમાં બાળક 6 દિવસ સુધી કંઈપણ ખાધા-પીધા વગર જીવતો રહ્યો. એ તેમનું સદ્ભાગ્ય હતું કે બાળક આટલા દિવસો સુધી ખાવા-પીવા વગર રહી શક્યો. મલેશિયાના અધિકારીઓ બાળકને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને તબીબી સારવાર આપવામાં આવી.

અધિકારીઓનું કહેવું છે કે, આ માનવ તસ્કરીનો મામલો નથી, બાળકે જે કહ્યું તે સાચું છે, અમે ફહીમને તેના ઘરે પરત મોકલવા માટે બાંગ્લાદેશી અધિકારીઓના સંપર્કમાં છીએ.

Next Article